કાલે રામનવમી: ભગવાન રામનાં જન્મોત્સવને ઉજવવા થનગનાટ

April 13, 2019 at 11:17 am


દશરથના દુલારા, મહાવીરના શ્ર્વાસ અને વિશ્ર્વના વિધાતા, કૌશલ્યાનંદન ભગવાન રામનાં જન્મોત્સવને ઉજવવા તલસાટ વ્યાપ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાશે. ‘શ્રીરામ જય રામ જય જય રામ’ના નાદ સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળશે.

રામ-લક્ષ્મણ-જાનકી અને જય બોલો હનુમાન કી ના જયઘોષ સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકા જોડાશે. ભગવાન રામના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા ફલોટ્સ જોડાશે. ગામે ગામ મંદિરોમાં રોશની અને દિપમાળાના શણગાર કરાયો છે. સવારે ભગવાન રામના પૂજન-અર્ચન અને મહાઆરતી માટે કતારો લાગશે. રામની ધૂન-ભજન અને બપોરે પંજરી પ્રસાદનું વિતરણ થશે. રામભકતો કાલે રામનવમીનો ઉપવાસ રાખી રામજન્મોત્સવનાં હૈયાના હેતથી વધામણા કરશે.

Comments

comments