કાલે વીરપસલીઃ ભાઈના કલ્યાણ માટે બહેનો કરશે વ્રત

August 18, 2018 at 11:52 am


શ્રાવણ શુદ નોમને રવિવાર તા.19ના દિવસે કાલે વિરપસલી છે. ભાઈ-બહેનના સ્નેહનો દિવસ એટલે વિરપસલી. શ્રાવણ માસના કોઈપણ પરિવારે આ વ્રત લેવાય છે અને બીજા રવિવારે વ્રત પૂર્ણ થાય છે. બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ જીવન સુખ શાંતિમય પસાર થાય તેના માટે આ વ્રત બહેનો કરે છે. કોઈ સગા ભાઈ ન હોય તો કુટુંબી અથવા આડોશ પાડોશના સ્નેહ ધર્મના ભાઈઆે માટે પણ આ વ્રત કરી શકાય છે. વ્રતમા દોરાની આઠ શાર લઈ તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ આપવાનો અને પછી જ જમવાનું હોય છે આમ આઠ સેરના આઠ દોરા લેવા સાત દોરા ભાઈને કાંડે બાંધવા અને આઠમો દોરો પીપળે બાંધવો.- સંકલન રાજદિપ જોષી

Comments

comments

VOTING POLL