કાલે સવારે ભાવનગર-ઓખા, સૌરાષ્ટ્ર જનતા સુરત ઈન્ટરસિટી સહિતની ટ્રેનોને અસર

May 25, 2019 at 11:20 am


Spread the love

પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર એન્જીનીયરીંગ વિભાગ દ્વારા વાંકાનેર નજીક અમરસર સ્ટેશન પાસે ક્રોસીંગ નં.96 પર ગર્ડર લોન્ચીંગ માટે કાલે તા.26મેના રોજ ચાર કલાક માટે રેલવે લાઈન બંધ કરવામાં આવશે. જેના કારણે 25મેના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 59207 ભાવનગર-ઓખા પેસેન્જરને વાંકાનેરમાં શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે. તથા આ ટ્રેન વાંકાનેર-ઓખા વચ્ચે રદ રહેશે.

ટ્રેન સંખ્યા 59208 ઓખા-ભાવનગર પેસેન્જરને તા.26મેના રોજ રાજકોટથી ભાવનગર માટે ચલાવવામાં આવશે તથા આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે. મુસાફરી દરમિયાન ટ્રેન નં.19217 બાંદ્રા-જામનગર 1.20 કલાક, 16613 રાજકોટ-કોઈમ્બતુર તથા 22960 જામનગર-સુરત ઈન્ટરસીટી અને 59548 ઓખા-અમદાવાદ પેસેન્જર ટ્રેન પણ માર્ગમાં વિલંબીત રહેશે.