કાલે સૌરાષ્ટ્રમાં અંજનીપુત્ર હનુમાનજીના જન્મોત્સવને ઉજવવા ભકતોમાં ઉત્સાહ

April 18, 2019 at 11:37 am


કાલે અંજની પુત્ર હનુમાનજીના જન્મોત્સવની સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ‘પવનપુત્ર હનુમાન કી જય’ના જયઘોષ સાથે હનુમાન જયંતીએ વિવિધ કાર્યક્રમોની ઉજવણી થશે. સાળંગપુર ખાતે ગામે ગામથી હનુમાનદાદાના ભકતો ઉમટી પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાનદાદાની શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ હનુમાનદાદાને મનમોહક અને ભકતોની આંખને આંજી દે તેવા શણગાર કરવામાં આવ્યા છે. તેમજ મંદિરોમાં ધજા, કમાન, પતાકા, ફુલો, રોશનીથી શણગાર કરાયા છે. આવતીકાલે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ તેમજ ઠેર-ઠેર બટુક ભોજનના કાર્યક્રમો યોજાયા છે. વહેલી સવારથી હનુમાનજીની ભક્તિમાં ભકતો લીન થશે.

Comments

comments