કાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત મંગળવારે મતદાન

April 20, 2019 at 10:18 am


લોકસભાની 26 અને વિધાનસભાની 4 બેઠકો માટે મંગળવારે મતદાન યોજનાર છે. આ મતદાન પૂર્વના 48 કલાક પહેલાં રાજ્યભરની 26 બેઠકો પર અને 4 બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થશે. આ વખતના ચૂંટણી પ્રચારમાં લોકોનો જોઈએ તેવો પ્રતિસાદ નહીં મળતો હોવાના કારણે રાજકીય પક્ષોને એક ચિંતા પેઠી છે કે જો આવો જ પ્રતિસાદ મતદાનમાં રહેશે તો શું થશે. આવતીકાલે રવિવારે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થવાના પગલે ચૂંટણીનો પ્રચાર ડોર ટૂ ડોર શ થશે અને છેલ્લી ઘડીએ મતદારોને રીજવવા રાજકીય પક્ષો પોતાની આખરી બાજી ગોઠવશે. આ પ્રચાર પડઘમ શાંત્થવાના પગલે બહારથી આવેલા પ્રચારકો પોત પોતાના વિસ્તારની વાટ પકડશે અને સંબંધીત વિસ્તાર છોડવો પડશે.

આ વખતના ચૂંટણીપ્રચારમાં રાજકીય પક્ષો દ્વારા એવા મોટા કોઈ ધ્યાનર્કિષક મુદ્દાઓ લાવ્યું નથી તો બન્ને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા એક-બીજાની નબળાઈઓ અને કુથાત કરવામાં સમય પસાર કર્યો છે. આમ નાગરિકોની તરફેણમાં આવતા દિવસોમાં શું મહત્વની કામગીરી કરશે તે જણાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

અત્રે નોંધવું જરી છે કે રાજ્યમાં 4,51,25,680 કુલ મતદારોને મતાધિકાર મળ્યો છે. 2,34,28,119 પુરુષો અને 2,16,96,571 સ્ત્રી મતદારો નોંધાયા છે. જ્યારે ત્રીજી જાતિના 990 મતદારો રાજ્યભરમાં નોંધાયા છે. અત્રે નોંધવું જરી છે આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોની સંખ્યા 11,06,855 નોંધાય છે. જે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

લોકસભાની ચૂંટણીમાં 371 અને વિધાનસભામાં 45 ઉમેદવારો મેદાને
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 572 ઉમેદવારીપત્રો ભરાયા હતાં. 120 ઉમેદવારીપત્રો ટેકનીકલ કારણસર નીકળી ગયા હને 81 ઉમેદવારીપત્રો પાછા ખેંચાતા કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહેવા પામ્યા છે.
ચાર વિધાનસભાની પેટાચૂંટણીમાં 82 ઉમેદવારીપત્ર રજૂ થયેલા 15 ઉમેદવારી પત્રો રદ થયેલા જ્યારે 22 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા વિધાનસભાની 4 બેઠક પર 45 બેઠક ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
અત્રે નોંધવું જરી છે કે રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગરની બેઠક પર 31 છે. સૌથી ઓછા ઉમેદવાર પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે.
વિધાનસભાની ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર (ગ્રામ્ય) અને માણાવદની પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સૌથી ઓછા ઉમેદવાર માણાવદરમાં 8 જ્યારે જામનગર (ગ્રામ્ય)ની બેઠક પર 15 ઉમેદવારો નોંધવામાં આવ્યા છે.

સ્ટાર પ્રચારકોએ ઉગ્ર ગરમી વચ્ચે કર્યો પ્રચાર
ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતમાંથી વધુમાં વધુ બેઠકો કબજે લેવા ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ગુજરાતને ધમરોળ્યું છે. ભાજપ ફરી 26-26 બેઠકો જીવતા માટે નબળી ગણાતી બેઠકોના કલ્ચર બનાવીને રણનીતિ આખરી કરી છે તો કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-આદિવાસી પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. ભાજપ્ના સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, સતપાલજી મહારાજ ઉપરાંત અમિત શાહ, પુષોત્તમ પાલા અને મનસુખ માંડવીયાની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, જીતુ વાઘાણી અને નીતિન પટેલે પ્રચારની કમાન સંભાળી હતી. કોંગ્રેસ માટે 2014ના પરિણામોને ધ્યાનમાં રાખીને બેઠક જીતવી એ વકરો એટલો નફો ગણીને રણનીતિ નકકી કરવામાં આવી હતી જેમાં રાહલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પાટીદાર યુવા ચહેરો હાર્દિક પટેલ, નવજોતસિંઘ, અહેમદ પટેલ, કમલનાથ, શત્રુઘ્નસિંહા સીવાય વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ દિવસ રાત જોવા વગર મહેનત કરી છે.

મતદાન પૂર્વે જાહેરાત આપતા પહેલા પંચની મંજૂરી ફરજિયાત
મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસે એટલે કે તા.22 અને 23ના દિવસે રાજકીય પક્ષોએ ઉમેદારો કોઈપણ વ્યકિત કે સંસ્થા, સંગઠન દ્વારા પ્રિન્ટમિડિયામાં જાહેરાત આપતા પહેલાં રાજકીય પક્ષો, રાજ્યકક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી સમક્ષ પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવ્યું છે.

563 ફલાઈન સ્કવોડ
378 વીડિયો સર્વેલન્સ ટીમ
207 વીડિયો વ્યુરિંગ ટીમ
26 હિસાબી ટીમ
11 એરપોર્ટ પર આકવેરાની ટીમ

મતદાન માટે મતદાર ઓળખપત્ર સિવાયના દસ્તાવેજો માન્ય
મતદાન મથક પર મતદાર પોતાની ઓળખ માટે દસ્તાવેજો માન્ય રાખવામાં આવ્યા છે. જેમાં પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, કર્મચારીનું ઓળખકાર્ડ, સ્માર્ટકાર્ડ, જોબકાર્ડ, આરોગ્ય વિમાકાર્ડ, પેન્શનના દસ્તાવેજ, સાંસદ-ધારાસભ્ય અથવા વિધાન પરિષદના સભ્યોનું ઓળખકાર્ડ અને આધારકાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધવું જરી છે કે, ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવી નથી. આ વખતે મતદાન કાપલી મતદારોને વિતરણ કરવામાં આવશે જે ચૂંટણીતંત્ર તરફથી આપવામાં આવશે.

Comments

comments

VOTING POLL