કાળાબજાર, નફાખોરી રોકવા હવે અલગ પોલીસ વિભાગ બનશે

September 16, 2019 at 11:04 am


જીવનજરી ચીજવસ્તુઓના કાળાબજાર અને નફાખોરી રોકવા માટે સરકાર સખત કાર્યવાહી કરવા જઈ રહી છે. રાજ્યોને પત્ર લખીને વિશેષ પોલીસ વિભાગ બનાવવા માટે કહેવાયું છે જેથી કાર્યવાહી સમયે સ્થાનિક પોલીસની મદદ લેવી ન પડે. કેન્દ્રએ રાજ્યોને તામીલનાડુનું મોત અખત્યાર કરવા આદેશ આપ્યો છે.

સામાન્ય રીતે એવી ફરિયાદો ઉઠતી રહે છે કે ખાદ્ય વિભાગ જ્યારે પણ જમાખોરી વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરે છે ત્યારે તેને સ્થાનિક પોલીસની મદદની જર પડે છે. આવામાં કાં તો તેને સમયસર મદદ મળી નથી શકતી કાં તો પછી માહિતી લીક થવાનો ખતરો રહે છે. ખાદ્ય પૂરવઠા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ પડકારોથી બચવા માટે કેન્દ્ર સરકારે આ પહેલ કરી છે. રાજ્યોના ખાદ્ય મંત્રીઓની ત્રણ સપ્ટેમ્બરે મળેલી બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી.

છ મહિના બાદ રાજ્યોએ આ અંગે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા પણ આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે તામીલનાડુએ જમાખોરી રોકવા માટે સાર્વજનિક પૂરવઠા અપરાધ વિભાગ બન્યો છે. જ્યારથી આ વિભાગ બન્યો છે ત્યારથી મોટી સંખ્યામાં કાર્યવાહી થઈ છે અને લોકોને જેલમાં ધકેલવા માટે સફળતા સાંપડી છે.

Comments

comments