કાળા નાણાંનો મુદ્દાે ફૂટબોલ જેવો છે…

July 25, 2018 at 11:55 am


ભારતમાં કાળા નાણાંનો મુદ્દાે ઘણા લાંબા સમયથી અને હંમેશા ચર્ચામાં રહ્યાે છે. રાજકીય પક્ષ સત્તા ઉપર આવવા માટે અને આવ્યા પછી પ્રજાને ગુમરાહ કરવા માટે આ મુદ્દાે ફૂટબોલની જેમ ઉછાળતા જ રહે છે. કેન્દ્રની મોદી સરકાર પણ એ જ રાહ પર છે. 2014માં સત્તા ઉપર આવતા પહેલા વિદેશી બેન્કમાં રહેલું કાળું નાણું ભારત પાછું લાવવામાં આંવશે એવું વચન આપ્યું હતું અને સત્તા ઉપર આવ્યા પછી પણ આ રટણ ચાલુ રાખ્યું હતું..આવી સ્થિતિમાં સ્વીઝ બેન્કના નામે કેટલાક વિરોધાભાષી નિવેદનો પણ આવ્યા હતા.

િસ્વસ બેંકોમાં ભારતીયોની જમા રાશિમાં 50 ટકાનો વધારો થયો હોવાને લઇને િસ્વસ બેંકે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે આ બેંકોમાં જમા બધા પૈસા કાળુ ધન નથી. િસ્વસ બેંક બીઆઇએસ તરફથી જાહેર કરાયેલા ડેટા પ્રમાણે 2017માં કાળા ધનમાં 34.5 ટકાનો ઘટાડો થયો છે. તેણે કહ્યું કે એનડીએ રાજમાં કાળા નાણાંમાં 80 ટકાનો ઘટાડો થયો છે.

િસ્વસ બેંક બીઆઇએસએ જણાવ્યું કે, નોન બેંક લોન ડિપોઝિટમાં ઘટાડો થયો છે. બેંકનાં કહ્યા પ્રમાણે 2016માં નોન બેંક લોનનો આંકડો જ્યાં 80 કરોડ ડોલર હતો એ 2018માં ઘટીને 52.4 કરોડ ડોલર પર આવી ગયો છે. બેંકે જણાવ્યું કે એનડીએ રાજમાં િસ્વસ નોન બેંક લોન અને ડિપોઝિટ્સમાં ઘણો ઘટાડો થયો છે. 2013થી 2017 દરમિયાન આમાં 80 ટકાનો ઘટાડો થયો છે. િસ્વસ બેંકની આ સ્પષ્ટતા એ મીડિયા રિપોટ્ર્સ પછી આવી છે જેમાં કહેવામાં આવ્યું હતુ કે િસ્વસ બેંકમાં ભારતીયોનાં જમા નાણામાં 50 ટકાનો વધારો થયો છે. જોકે,સ્વીઝ બેન્ક તરફથી એવી ચોખવટ કરવામાં આવી છે કે,આ સમાચારો સત્યથી વેગળા છે. મોટેભાગે એવુ સમજવામાં આવતુ હોય છે કે િસ્વસ બેંકમાં જે ભારતીયોનાં પૈસા જમા છે તે બધા કાળુ નાણું છે.ટૂંકમાં સ્વીઝ બેંકોમાં રહેલા કાળા નાણાંનો મુદ્દાે હજુ ચર્ચામાં જ છે અને પરંતુ આ નાણું ભારતમાં ક્યારે આવશે તે કોઈ કહેતું નથી એ પણ વાસ્તવિકતા છે.

Comments

comments

VOTING POLL