કાળીયાબીડની પંચરત્ન સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

April 12, 2019 at 9:05 pm


શહેરના કાળીયાબીડ વિસ્તારના બધં મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રકમ તેમજ દાગીના મળી કુલ રૂા.૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા.
ચોરી અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શકિતમાતાના મંદિરની સામેની પંચરત્ન સોસાયટીના બ્લોક નંબર ૪૦૪૭માં ભાડેથી રહેતા અશોકભાઇ બાવળનાથ ગોસ્વામી (ઉ.વ.૪૦) ગત તા.૯મીના રોજ પરિવાર સાથે જેસર તાલુકાના અયાવેજ ગામે ગયા હતા ત્યારે તેમના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
મુખ્ય દરવાજા સહીતના તાળા નકુચા તોડી રૂમમાં પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી રોકડા રૂપિયા રર હજાર તેમજ દાગીના મળી કુલ રૂપિયા ૭૦,૦૦૦ મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સક્રીય બન્યા હોય પોલીસ તત્રં દ્રારા રાત્રી પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે

Comments

comments

VOTING POLL