કાળીયાબીડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બાજી માંડીને બેઠેલા ચાર ઝડપાયા

August 21, 2018 at 11:40 am


એસઆેજીએ મધ્યરાત્રી બાદ વિરાણી સર્કલ નજીક પટમાંથી કુલ રૂપિયા 9,950નો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મધ્યરાત્રી બાદ હાર-જીતની બાજીમાંડી બેઠેલા ચાર શખ્સોને એસઆેજીએ રોકડા અને મોબાઇલ મળી કુલ રૂપિયા 9,950ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
શ્રાવણમાસનું પ્રથમ પખવાડીયુ અંતિમ તબક્કામાં છે ત્યારે જુગાર રમવાના શોખીનો સાતમ-આઠમ પર્વ પૂર્વે જુગારની નેટ પ્રેકટીસ કરી રહ્યા હોય તેમ શ્રાવણમાસના પ્રારંભ સાથે જ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર બાજીમાંડી રહ્યા છે. જે પૈકિના કેટલાક જુગાર રમવાના શોખીનો પોલીસની ઝપટે ચડી રહ્યા છે. જેમાં ગત મધ્ય રાત્રી બાદ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વિરાણી સર્કલ નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે હાર-જીતની બાજી માંડી બેઠેલા અરૂણ જેન્તીભાઇ વાઘેલા, બન્ટી કૌશિકભાઇ રાઠોડ, શિવરાજ હકુભા ગોહિલ અને કિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (રે.તમામ ભાવનગર)ને રાત્રી પેટ્રાેલીગમાં રહેલા એસઆેજીના કાફલાએ રોકડ રૂપિયા 7,450 અને મોબાઇલ મળી કુલ રૂપિયા 9,950ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL