કાળું નાણુંઃ મામાનું ઘર કેટલે…

July 12, 2019 at 9:45 am


2014ની લોકસભાની ચૂંટણી સમયથી ગાજી રહેલો કાળા નાણાંનો મુદ્દાે હજુ 2019માં પણ ચર્ચામાં છે. સ્વિઝ બેન્કના ખાતાધારકોના નામ હવે વાસ્તવમાં મળવાના શરુ થશે તેવી આશા ઉભી થઇ છે પણ લાખ રુપિયાનો સવાલ એ છે કે, આ નામ સરકાર જાહેર કરશે કે પછી લાજ કાઢશે..એવું જાહેર થયું છે કે, ભારતીય સત્તાવાળાઆેને સ્વિઝ બેન્કમાંનાં ભારતીયોનાં ખાતાંની વિગત આૅટોમેટિક એક્સ્ચેન્જ આૅફ ઇન્ફોર્મેશનના ફ્રેમવર્ક હેઠળ સપ્ટેમ્બરથી મળવાનું શરુ થશે અને િસ્વસ બેન્કોમાં ભારતીયોએ રાખેલા હોવાનું કહેવાતા કાળાં નાણાં સામેની સરકારની ઝુંબેશને તેનાથી વેગ મળવાની આશા છે.
સ્વિઝ નાણાકીય સંસ્થાઆેમાંનાં દરેક ભારતીય ખાતાધારકોનાં ખાતાં ક્રમાંક, ક્રેડિટ બેલેન્સ અને દરેક પ્રકારની આવકની માહિતીનો પ્રથમ સેટ સપ્ટેમ્બરમાં ભારતીય સત્તાવાળાઆેને અપાશે અને ત્યાર બાદ આવી માહિતી વાર્ષિક ધોરણે પૂરી પાડવામાં આવશે.અગાઉ,સ્વિઝર્લેન્ડે ભારતને 100 ભારતીય વ્યિક્ત અને કંપનીના િસ્વસ બેન્ક ખાતાંની માહિતી પૂરી પાડી હતી પરંતુ કમનસીબે આ નામ સરકારે જાહેર કર્યા નથી.

સ્વિઝ બેંકમાં ભારતીયોનું વાસ્તવમાં કેટલું કાળું નાણું છે તે પણ હજુ સુધી જાહેર થયું નથી ત્યારે સરકાર આ નાણું પાછું લાવવામાં સફળ થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

Comments

comments