કાશ્મીરને મળ્યા નવા સેનાપતિ

August 23, 2018 at 10:18 am


કેન્દ્ર સરકારે કાશ્મીર અંગેની પોતાની રણનીતિમાં પરિવર્તન કર્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. 51 વર્ષ બાદ કોઈ રાજનેતાના હાથમાં કાશ્મીરની કમાન સાેંપવામાં આવી છે. એનએન વોહરાએ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેનો એક દાયકાનો કાર્યકાળ પુરો કરી લીધા બાદ કેન્દ્ર સરકારે બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકને જમ્મૂ-કાશ્મીરની જવાબદારી સાેંપવાનો નિર્ણય કર્યો છે. લગભગ 51 વર્ષ બાદ કોઈ રાજનેતાને જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ નિમવામાં આવ્યાં છે. આ બાબત કેન્દ્ર સરકારની જમ્મૂ-કાશ્મીરમાં રણનીતિમાં આવેલા ફેરફાર સુચવે છે.

અત્યાર સુધી કાશ્મીરમાં બ્યૂરોકેટ્સ કે સેના સાથે સંકળાયેલા અધિકારીઆેને જ રાજ્યપાલ નિમવામાં આવતા હતાં. કેન્દ્ર સરકારની રણનીતિમાં ફેરફારના સંકેત એ સમયે જ મળી ગયાં હતાં, જ્યારે 15 આેગષ્ટે ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી મહિને રાજ્યમાં સ્થાનિક ચૂંટણીની વાત કરી હતી. તે ઉપરાંત કેન્દ્રના આ પ્રયાસને રાજ્યમાં સ્થિરતા લાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે.

કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે કોઈ બ્યૂરોક્રેટ્સ કે રિટાયર્ડ જનરલના સ્થાને કોઈ રાજનીતિ સાથે સંકળાયેલા કોઈ વ્યિક્તને આ જવાબદારી સાેંપવામાં આવે જેથી કરીને કાશ્મીરમાં નવેસરથી વાતચીતના પ્રયાસ થઈ શકે. સત્યપાલ મલિક 51 વર્ષ બાદ એવા રાજ્યપાલ બન્યા છે, જે રાજકીય પૃષ્ટભૂમિમાંથી આવ્યા છે. આ અગાઉ 1965 થી 1967 સુધી કરણ સિંહને આ તક મળી હતી. મલિકની વરણી એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિઆે પડખું ફેરવી રહી છે.

Comments

comments

VOTING POLL