કાશ્મીરમાં આતંકની કમર તૂટી

July 11, 2019 at 9:07 am


પુલવામાંની આતંકી ઘટના પછી ભારતે કરેલી સજીર્કલ સ્ટ્રાઇકને લીધે આતંકવાદીઆેની કમર તૂટી ગઈ છે અને લોહિયાળ ઘટનાઆે પણ આેછી થઇ ગઈ છે. જે ભારત માટે ઘણી સારી બાબત ગણવામાં આવે છે. સરકારે પણ તાજેતરમાં લોકસભામાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ સરહદપારથી ઘૂસણખોરીમાં – 43 ટકાનો ઘટાડો જોવાયો છે. જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિમાં સુધારો આવ્યો છે.

એટલું ચોક્કસ કહી શકાય કે, સુરક્ષા દળના સતત પ્રયાસ અને કડકાઈ બાદ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો આવ્યો છે. સરહદેથી થતી ઘૂસણખોરી બાબતમાં સરકારે શૂન્ય ટોલરન્સની નીતિ અપનાવી છે. દેશના ગૃહ મંત્રી પદે ચાર્જ સાંભળ્યા પછી અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, કાશ્મીરમાં કોઈ દેશદ્રાેહીને છોડવામાં નહી આવે. અમિતશાહની આ જાહેરાતની પણ અસર જોવા મળી હતી અને તેમની મુલાકાત વખતે કાશ્મીરે બંધ પણ પાળ્યો ન હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આ દિશામાં કામ થઈ રહ્યું છે. સુરક્ષા દળોને અÛતન ટેક્નોલોજીવાળા શસ્ત્રાે અપાયા છે. ઈન્ટેલીજન્સ એજન્સી એલર્ટ રહી છે. ઈલેિક્ટ્રક ફેિન્સંગ એલઆેસી અને ઈન્ડો પાક સરહદે હોવાથી ઘૂસણખોરીને નાથવામાં સફળતા મળી છે.

Comments

comments

VOTING POLL