કાશ્મીરમાં આતંકીઆેના ખાત્માની તૈયારી, રાષ્ટ્રીય રાયફલ્સનું હેડક્વાર્ટર ઉધમપુર ખસેડાશે

July 18, 2019 at 10:40 am


જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનની મદદથી જારી રહેલા આતંકવાદનો હવે ખાત્મો કરવાની તૈયારી ચાલી રહી છે અને પાક. સમર્થિત આ આતંકવાદ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આતંકવાદને જડથી સમાપ્ત કરવા માટે નિણાર્યક પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. આ અભિયાન હેઠળ રાષ્ટ્રીય રાયફલ્સનું હેડ ક્વાર્ટર દિલ્હીથી ઉધમપુર શિફટ કરવાની તૈયારી ચાલી રહી છે.

ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષાદળોને એક વર્ષની અંદર આતંકવાદના ખાત્માનો લક્ષ્ય આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આતંકવાદ અને ઘૂસણખોરીને સંપૂર્ણ રીતે નકારવા માટે સેનાએ અધિકારીઆેની સંખ્યામાં 20 ટકાનો વધારો કરવાની તૈયારી કરી છે. આ સાથે જ સેનાના મિલિટ્રી ઈન્ટેલીજન્સ, આેપરેશન અને ઈન્ફર્મેશન વોરફેર માટે પણ ડેપ્યુટી ચીફનું એક પદ ઉભું કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદથી લડવાની સાથોસાથ ઘૂસણખોરીને નાકામ બનાવી રહેલી સેનાની ઉત્તરી કમાન્ડનનું મુખ્યાલય ઉધમપુરમાં છે. હવે રાષ્ટ્રીય રાયફલ્સનું હેડક્વાર્ટર પણ ઉધમપુરમાં ખસેડી લેવામાં આવશે. અત્યારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલ્સની રોમિયો ફોર્સ રાજૌરી, પુંચમાં કામ કરે છે.

ઉચ્ચ સ્તરીય વતુર્ળોએ આપેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે દિલ્હીમાં સેનાના વડામથકમાં તૈનાત 229 અધિકારીઆેને અલગ અલગ જવાબદારી સાથે જમ્મુ-કાશ્મીરમાં મોકલી દેવાની તૈયારી કરી છે. એમને નિયંત્રણ રેખા અને આતંકવાદગ્રસ્ત વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવશે અને આ લોકો આતંકવાદ વિરોધી અભિયાનનું નેતૃત્વ કરશે. આમ હવે મોટાપાયે કેન્દ્ર સરકારે આક્રમણ કરવાની તૈયારી કરી રહી છે.

Comments

comments

VOTING POLL