કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પોલીસ પરિવારના 9 સભ્યોનું અપહરણ: ખળભળાટ

August 31, 2018 at 10:36 am


જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાંથી પોલીસકર્મીઓના પરિવારજનોનું અપહરણ કરતા ખળભળાટ મચ્યો છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ હિજબુલ મુજાહિદ્દીનના વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્રની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અપહરણ કરાયેલા લોકોની તપાસ માટે સમગ્ર રાજ્યમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. ત્રાલથી અપહરણ રાયેલા આરિફ રાઠરના પરિવારે તેના છૂટકારા માટે આતંકવાદીઓને અપીલ કરી છે.
પોલીસે આ મામલે હાલ કોઈ નિવેદન જારી કર્યું નથી અને કહ્યું છે કે તેઓ અપહ્રત સંબંધી રિપોટ્ર્સની માહિતી મેળવી રહી છે. બીજી બાજુ આ ઘટના અંગે જાણકારી રાખનારા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ઓછામાં ઓછા પાંચ લોકોના શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી ધરપકડ કરી છે. અપહરણ કરાયેલા લોકોના પરિજન રાજ્યના પોલીસખાતામાં કામ કરે છે.
જે પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કરાયું છે તેઓ કુલગામ, પુલવામા, બડગામ, ત્રાલ, અરવાનીમાં તહેનાત છે. જેમાં એસએચઓ નાઝિર અહેમદના ભાઈ આરિફ, ડીએસપી એઝાઝના ભાઈ, અરવાનીના પોલીસકર્મીનો પુત્ર, પોલીસકર્મી રફીક એહમદ રાઠરનો પુત્ર, એએસઆઈ બશીર એહમદનો પુત્ર યાસિર એહમદ, પોલીસકર્મી મકબુલ ભટ્ટનો પુત્ર ઝુબેર એહમદ, અબ્દુલ સલામનો પુત્ર સમર એહમદ રાઠર સામેલ છે.

Comments

comments

VOTING POLL