કાશ્મીરમાં જાદુની જપ્પી

August 16, 2018 at 10:56 am


દાયકાઆેથી સળગતા રહેલા કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ લાવવાના અનેકાનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે સરકારે પોતાની નીતિ બદલાવી છે અને ;નવા દ્રિષ્ટકોણથી લોકો સાથે વ્યવહાર કરવાનું વિચાર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર લોકોને ભેટીને તેમનો સ્વીકાર કરવાનો અભિગમ અપનાવશે નહી કે ગોળી અને ગાળનો એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા મહિને જમ્મુ-કાસ્મીરમાં ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઆેની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

72મા સ્વાતંત્રયદિન નિમિત્તે લાલ કિલ્લા પરથી બોલતા મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમણે દશાર્વેલા ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જમુરિયતના માર્ગ પર આગળ વધશે તેવું કહીને કાશ્મીરના લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ કરવાનો સંકેત આપ્યો હતો જે ઘણું આવકારદાયક કહેવાય જમ્મુ-કાશ્મીરના લડાખ, જમ્મુ અને કાશ્મીર ખીણપ્રદેશ એમ ત્રણ જગ્યાનો તેમ જ ત્યાંના રહેવાસીઆેનો સમતોલ વિકાસ ઈચ્છે છે તેવું કહીને વડાપ્રધાને આ દિશામાં પ્રયાસો શરુ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

કાશ્મીરીઆેને બરાબર યાદ હશે કે, વાજપેયીજીએ કહ્યું હતું કે ઈન્સાનિયત. કાશ્મીરિયત અને જમુરિયતના માર્ગે જમ્મુ-કાશ્મીર અને ત્યાંના રહેવાસીઆેનો વિકાસ થાય તેની આપણે ખાતરી કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું. પછી ભલે એ લડાખ, જમ્મુ કે કાશ્મીર ખીણપ્રદેશ હોય તમામ વિસ્તારનો અને ત્યાંના રહેવાસીઆેનો સમતોલ વિકાસ થાય તે આપણેં જોવું પડશે, એમ તેમણે કહ્યું હતું.

હવે મોદી સરકાર વાજપેયીના રસ્તે આગળ વધવા માંગે છે જે સમગ્ર ઘાટીમાં શાંતિ લાવવા માટે ઘણું ઉપયોગી નીવડશે તેવી આશા રાખી શકાય.

Comments

comments

VOTING POLL