કાશ્મીરમાં યાત્રી બસ નદીમાં ખાબકતા 11ના મોત

August 21, 2018 at 1:42 pm


અહીના કિશ્તવાડમાં એક યાત્રીઆેથી ભરેલી બસ ચિનાબ નદીમાં પડી જતાં ભયંકર અકસ્માત સજાર્યો. પોલીસે 11 યાત્રીઆેના શબ રિકવર કર્યા છે. આ અકસ્માતમાં માત્ર 5 વર્ષનું એક બાળક જ બચ્યું, જેના હાલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદ જણાવે છે કે, કિશ્તવાડમાં બીજો મોટો અકસ્માત થયો છે. યાત્રીઆેને મચૈલ માતા લઇ જતી બસ કિશ્તવાડથી 28 કિલોમીટર દૂર પાડર પાસે ચિનાબ નદીમાં ખાબકી હતી. ફક્ત 5 વર્ષનું એક બાળક બચી ગયું.

Comments

comments