કાશ્મીરી પંડિતાે માટે જુદી કોલોની બનાવવા યોજના

July 13, 2019 at 9:11 pm


ભારતીય જનતા પાટીૅ કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકોને ફરી ત્યાં જ વસાવવા માટેની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ પાેતાના જુના પ્લાન મુજબ આગળ વધવા માટે ઇચ્છુક છે. જો આવુ થશે તાે કાશ્મીર ખીણમાં સ્થિતી વણસી શકે છે. ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યાુ છે કે તેમની પાટીૅ વિસ્થાપિત પંડિતાેને ફરીવાર વસાવવાના મુદ્દા પર કામ કરી રહી છે. તેમની પાટીૅ કટિબદ્ધ હોવાની વાત પણ કરવામાં આવી છે. ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રભારી માધવે કહ્યાુ છે કે કાશ્મીરમાં 1989માં ત્રાસવાદની શરૂઆત થયા બાદ ત્યાંથી વિસ્થાપિત થયેલા આશરે બેથી ત્રણ લાખ લાખ હિન્દુઆેને ફરી ત્યાં વસાવવા માટે મદદ કરવા માટે પાટીૅ તૈયાર છે. રામ માધવે કહ્યાુ હતુ કે કાશ્મીરી પંડિતાે ખીણમાં પરત ફરશે તાે તેમના મુળભુત અધિકારોની સુરક્ષા થશે. સાથે સાથે કાશ્મીરી પંડિતાેને તેમની સુરક્ષાની ખાતરી કરવા માટે પણ પાટીૅ મક્કમ છે. માધવે કહ્યાુ હતુ કે પ્રદેશની અગાઉની સરકારે કાશ્મીરી પંડિતાે માટે અલગ કોલોની બનાવવા માટેના વિચાર પર ધ્યાન આપ્યા હતુ. ટાઉનશીપ પણ બનાવી શકાય છે. તમામ પાસા પર વિચારણા ચાલી રહી છે. જેથી ટુંક સમયમાં કોઇ નક્કર નીતિ આ સંબંધમાં બની શકે છે. જ્યારે ગૃહ મંત્રાલય પાસેથી આ અંગે ટિપ્પણી માંગવામાં આવી ત્યારે કોઇ જવાબ મળી શક્યા નથી. ભાજપને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની આગામીચૂંટણીમાં પાટીૅની ભવ્ય જીત થશે. જો ભારતીય જનતા પાટીૅ ફરી સત્તામાં આવશે તાે આ મુદ્દા પર ઉકેલ શુ આવી શકે છે તે અંગે નિર્ણય લેવાશે. ગયા મહિનામાં જ આેલ ઇન્ડિયા હુરિયત કોન્ફરન્સ દ્વારા કેટલાક કાશ્મીરી પંડિતાે સાથે વાતચીત કરવામાં આવી હતી. અલગ કોલોની અંગે સહમતિ થઇ ન હતી.

Comments

comments