કાશ્મીર : અંકુશરેખા ઉપર બીજા દિને પણ ગાેળીબાર

December 6, 2018 at 8:02 pm


કાશ્મીર ખીણમાં સતત બીજા દિવસે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનાે ભંગ કરીને ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. પાકિસ્તાની સેના દ્વારા ઉત્તરીય કાશ્મીરના કુંપવારા જિલ્લામાં સેનાની અિગ્રમ ચોકીઆે ઉપર ભારે ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. આ ગાેળીબારીમાં ભારતીય સેનાના એક જવાનનું મોત થયું હતું. આજે સાંજે યુદ્ધવિરામનાે ભંગ કરીને પાકિસ્તાન તરફથી ગાેળીબાર કરાયા હતા. ભારતીય સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી હતી. સેનાએ હાઈએલર્ટની જાહેરાત પણ કરી લીધી છે. પાકિસ્તાન દ્વારા આજે સાંજે કુંપવારાના માછીલ સેક્ટરમાં ભારે ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. જે વિસ્તારમાં પાકિસ્તાને યુદ્ધવિરામનાે ભંગ કયોૅ છે ત્યાંથી અગાઉ અનેક વખત ત્રાસવાદીઆે ઘુસણખોરી કરતા રહ્યાા છે. આવી સ્થિતિમાં ગાેળીબારના ભાગરુપે આતંકવાદીઆેને ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાા છે. સેનાએ હવે એલઆેસી પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ પાકિસ્તાનની સેના દ્વારા ગાેળીબાર કરવામાં આવ્યા બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારની રાત્રે પણ પાકિસ્તાન તરફથી બારામુલ્લાના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનાે ભંગ કરીને ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. સેનાએ રાતના સમયે બારામુલ્લામાં ભારે ગાેળીબાર કયોૅ હતાે જેમાં સેનાના એક જવાનને ઇજા થઇ હતી. ઘાયલ જવાનને તાત્કાલિક ધોરણે શ્રીનગરના બેઝ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અન્ય એક જવાનનું મોત થયું હતું. પાકિસ્તાની સેના દ્વારા ઘુસણખોરીના પ્રયાસાે વધારવાના હેતુસર હાલમાં ફરીવાર ગાેળીબાર શરૂ કયોૅ છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી શાંતિ રહી છે ત્યારે યુદ્ધવિરામનાે ભંગ કરીને ગાેળીબાર મારફતે આતંકવાદીઆેને ઘુસાડીને રક્તપાત ફરી શરૂ કરવાની પાકિસ્તાનની ખતરનાક યોજના રહેલી છે પરંતુ આ વખતે સેનાએ અંકુશરેખા નજીકના વિસ્તારોમાં હાઈએલર્ટની જાહેરાત કરી છે.

Comments

comments

VOTING POLL