કાશ્મીર માટે ગૃહમંત્રી ગંભીર

June 8, 2019 at 9:25 am


દેશના નવા ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે વાસ્તવમાં ગંભીર હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ગૃહમંત્રાલય તરફથી કાશ્મીરમાં સીમાંકન કરાવવામાં આવશે તેવી વાત વહેતી કરવામાં આવી છે સાથોસાથ અમિત શાહે આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી દીધું છે.

કાશ્મીર મુદ્દે હવે કળથી નહી પરંતુ બળથી કામ લેવાનો સમય આવી ગયો છે. મુસલમાનો પવિત્ર ગણાતા રમઝાન માસમાં સીઝફાયરની જાહેરાત બાદ પણ કાશ્મીર આતંકવાદ ચાલુ રહ્યાે હતો. ભારતીય સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસના વાહનોના કાફલા પર સ્થાનિકો દ્વારા કરાતા પથ્થરમારાની ઘટના હવે સાવ સામાન્ય બની ગઈ છે. ભારતીય સૈન્ય અને બીએસએફ દ્વારા આવા અલગાવવાદીઆે તેમ જ તેમના સ્થાનિક મળતિયાંઆે સામે પગલાં લેવાની કાર્યવાહી રમજાન દરમિયાન જે બંધ કરવામાં આવી હતી જે હવે ફરી પાછી શરુ કરી દેવી જોઈએ.

કાશ્મીર એ અખંડ ભારતનું અવિભાજય અંગ છે અને રહેશે જ. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે ચર્ચા હાથ ધરાય છે, મોટા ઉપાડે વાતચીત થાય છે અન્ાે બીજે જ દિવસે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પોતાનું અસલી રુપ બતાડે છે. હવે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં ભારતીય સેનાને છૂટ્ટાે દોર આપી દેવો જોઈએ. દરરોજ ભારતના કેટલાય જવાનો કાશ્મીરમાં વગર વાંકે જીવ ગુમાવી રહ્યા છે. સત્તા સ્થાને બેસેલા લોકોએ હવે પોતાની સત્તાના ભોગે પણ કાશ્મીર મુદ્દે કળથી નહી, પરંતુ બળથી, સામ, દામ અને ભેદથી નહી પરંતુ દંડથી આ સમસ્યાનો ઉકેલ આણવો જોઈએ. કેમ કે દરરોજ ભારતના જે યુવાનો શહીદ થાય છે તેને જોઈને કરોડો ભારતવાસીઆે દુઃખી થાય છે. માત્ર નાગરિકો જ નહી, પરંતુ કાશ્મીર અંગેની આવી ઉદાસીન અને ગભરું નીતિની કારણે ભારતીય લશ્કરના મનોબળને પણ અસર થઈ રહી છે. આ કેન્સર તેના છેલ્લા સ્ટેજમાં પ્રવેશે તે પહેલાં હવે તેને દંડરુપી કિમો-થેરેપી આપવાનો સમય પાકી ચૂક્યો છે.અમિત શાહ સાચા રસ્તે છે અને જો તેમના પાસા પોબારા પડશે તો કદાચ કાશ્મીર ખરા અર્થમાં ધરતી પરનું સ્વર્ગ બનશે તેમ કહી શકાય.

Comments

comments

VOTING POLL