કાશ્મીર મુદ્દે નેતાઓનો વાણી વિલાસ

April 10, 2019 at 10:29 am


ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર માટે બંધારણની કલમ ૩૭૦ હટાવવાની વાત કરતા જ કેટલાકના પેટમાં તેલ રેડાયું છે અને જાહેર જીવનની કોઈ વ્યકિતને ન શોભે તેવી ભાષામાં નિવેદનો કરવા લાગ્યા છે. સરહદે આપણા સૈનિકો તો દુશ્મન સામે લડી રહ્યા છે પણ અહીં તો આપણા નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે. જો બંધારણની ૩૭૦મી કલમ હટાવાશે તો જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સ્વતંત્રતાનો માર્ગ મોકળો થશે તેવું નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફાક અબ્દુલ્લાએ માની રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુતી પણ ન શોભે એવી ભારત વિરોધી ભાષા બોલી રહ્યા છે. મહેબૂબા મુતીએ ટીટ કયુ, પહેલાથી જ જમ્મુ–કાશ્મીર બાદૂદના ઢગલા પર બેઠેલું છે. જો આવું થયું તો, માત્ર કાશ્મીર જ નહીં પરંતુ, પૂરો દેશ ભડકે બળશે. જેથી બીજેપીને અપીલ ક છું કે, તે આગ સાથે રમવાનું બધં કરે.

કલમ ૩૭૦ હટાવવાની જાહેરાત સાથે જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રમુખ નેતાઓનું રિએકશન જાણે પગ તળેથી જમીન સરકી ગઇ હોય એવું રહ્યું છે અને ફાક અબ્દુલ્લાએ તો એવું પણ જણાવ્યું છે કે કલમ ૩૭૦ હટાવવાની વાત ચાલી રહી છે અને જો તમે એ હટાવશો તો હત્પં અલ્લાના સોગદં ખાઇને કહત્પં છું કે આપણને એમનાથી આઝાદી મળશે.

ભાજપે લોકસભા માટે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં બંધારણની ૩૭૦મી કલમ હટાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ કલમને કારણે જમ્મુ અને કાશ્મીરને ખાસ રાયનો દરો આપવામાં આવ્યો છે. આ સાથે ભાજપે કલમ ૩૫એ હટાવવાની પ્રતિબદ્ધતા પણ પોતાના ચૂંટણીઢંઢેરામાં જાહેર કરી છે.
અમારો પક્ષ જમ્મુ–કાશ્મીરની સ્વાયત્તતા (જેમાં સરદાર–એ–રિયાસત–પ્રમુખ અને વઝીર–એ–આઝમ–વડા પ્રધાનનો સમાવેશ થાય)ને પુન:સ્થાપિત કરવાના બનતા તમામ પ્રયાસ કરશે એ પ્રકારનું નેશનલ કોન્ફરન્સના નેતા ફાખ અબ્દુલ્લાએ નિવેદન કર્યાના એક અઠવાડિયા બાદ રાજનાથસિંહનું આ નિવેદન અવી પડું હતું. એક જ દેશમાં બે વડા પ્રધાનનો કોંગ્રેસ સ્વીકાર કરશે કે નહીં એ અંગે પક્ષે સ્પષ્ટ્રતા કરવી જોઈએ.ગત ત્રણ–ચાર વર્ષમાં કેટલીએ વખત કાશ્મીર સંદર્ભે ૩૫એની ચર્ચા થતી રહી છે. આ વિવાદાસ્પદ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. હાલમાં આ મામલો સુપ્રીમકોર્ટમાં પણ વિચારાર્થે છે.હવે આ અંગે સુપ્રીમ કોર્ટ કેવા પ્રકારનું વલણ અપનાવે છે તેના તરફ સૌની નજર છે

Comments

comments

VOTING POLL