કાશ્મીર વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવા તજવીજ

November 22, 2018 at 10:31 am


જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થતાંની સાથે જ રાજ્યમાં રાજકારણનો પારો સાતમા આસમાને પહાેંચી ગયો છે. ભાજપ અને નેશનલ કોન્ફરન્સે આગળની રણનીતિ ઘડવા માટે આજે પક્ષની બેઠક બોલાવી છે. બીજી બાજુ કાેંગ્રેસ દ્વારા વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને કોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું કે આ નિર્ણય બિલકુલ ગેરવ્યાજબી છે તેથી તેને તાત્કાલિક કોર્ટમાં પડકારવો જોઈએ.

પ્રદેક્ષ પ્રમુખ રવીન્દ્ર રૈનાની અધ્યક્ષતામાં ભાજપ કોર ગ્રુપની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. એ નિશ્ચિત છે કે વિધાનસભા ભંગ કરવાના મુદ્દે કાશ્મીર કેન્દ્રીત પક્ષોના રાજકારણમાં ગરમાવો આવશે. રાજ્યપાલે વિધાનસભાને એ સમયે ભંગ કરી છે જ્યારે રાજ્યમાં કેન્દ્રીય પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ કાેંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને સરકાર બનાવવાની તૈયારી પણ કરી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર બદલી રહેલા સમીકરણોમાં પ્રદેશ ભાજપ સતત પાર્ટી હાઈકમાન્ડના સંપર્કમાં હતી. પ્રમુખ રૈનાએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ સાથે વાતચીત કરી હતી. મોડીસાંજે રાજભવનમાં વિધાનસભા ભંગ કરવાનો આદેશ જારીકરી સરકાર બનાવવાની તૈયારીઆે પર વિરામ મુકી દેવાયો હતો. રાજભવનના નિર્ણય પહેલાં રવીન્દ્ર રૈનાએ કહ્યું કે કાશ્મીર કેન્દ્રીત પીડીપી દ્વારા કાેંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવી રહેલું પગલું જમ્મુ જ નહી પરંતુ હિન્દુવિરોધી છે.

પ્રદેશ કાેંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા રવીન્દ્ર શમાર્એ વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતાં કહ્યું કે જ્યારે અમે વિધાનસભા ભંગ કરવાની વાત કરી રહ્યા હતા તે સમયે રાજ્યપાલે 2020 સુધી વિધાનસભા ભંગને મોકુફ રાખવાની વાત કહી હતી. હવે જ્યારે મોદી સરકારને લાગ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એક સરકાર બનવા જઈ રહી છે તો રાજ્યપાલને વિધાનસભાને ભંગ કરીનાખી. આ નિર્ણય લોકતંત્રની હત્યા કરવા સમાન છે. જો વિધાનસભા ભંગ જ કરવાની હતી તો પહેલાં શા માટે ન કરાઈ ં

સ્થિર સરકાર બને તે હેતુથી પગલું લીધુંઃ રાજ્યપાલનો બચાવ

જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હોર્સ ટ્રેડિ»ગને રોકવા માટે વિધાનસભા ભંગ કરવામાં આવી છે. રાજ્યપાલે કહ્યું કે અલગ અલગ રાજકીય વિચારધારાવાળી પાર્ટીઆે દ્વારા સ્થિર સરકાર બનાવી શકાય નહી. અત્રે જણાવવાનું કે પીડીપીના ચીફ મહેબુબા મુિãતએ બુધવારે રાજ્યપાલ પાસે પત્ર મોકલીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જો કે આ પત્ર રાજ્યપાલ પાસે રાજનિવાસ પહાેંચ્યો કે નહી તેની પુિષ્ટ થઈ શકી નથી. નાેંધનીય છે કે મુãતીના પત્ર મોકલાયાની ગણતરીની ક્ષણોમાં રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પીડીપી, કાેંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે અલોકતાંત્રિક ગણાવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને ભાજપે આવકાર્યો છે. જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે રાજ્યપાલના આ નિર્ણયનું ભાજપ સ્વાગત કરે છે. એકવાર ફરીથી એનસી, કાેંગ્રેસ અને પીડીપીએ રાજ્યમાં કાવતરું રચ્યું હતું જેના પગલે જમ્મુ અને લદ્દાખ સાથે અન્યાય થાત. રૈનાએ વિપક્ષી ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શું કાેંગ્રેસ, પીડીપી અને એનસી ચૂંટણી પહેલા ગઠબંધન બનાવશે.

આ બાજુ પીડીપીના બળવાખોર ધારાસભ્ય ઈમરાન અન્સારીએ કહ્યું કે જો રાજ્યપાલ અમને ફ્લાેર ટેસ્ટ માટે બોલાવત તો અમે તેમને અમારા સભ્યો બતાવી દેત. પરંતુ હવે સ્થિતિ અલગ છે અને વિધાનસભા ચૂંટણી જ એકમાત્ર વિકલ્પ છે. જો મહેબુબા મુãતીને એવું લાગતું હોય કે વિધાનસભા ચૂંટણી ભંગ કરવી એ લોકશાહી નથી તો આ લોકતંત્રવાળા દેશમાં તેમની પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે.

નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લાએ વિધાનસભા ભંગ થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સ ગત 5 મહિનાથી રાજ્યમાં વિધાનસભા ભંગ કરવાની માગણી કરી રહી હતી. આ માત્ર સંયોગ ન હોઈ શકે કે મહેબુબા મુãતીએ સરકાર બનાવવા માટે દાવો કર્યો અને ગણતરીની મિનિટોમાં વિધાનસભા ભંગ કરવાની જાહેરાત થાય. અબ્દુલ્લાએ એવો પણ કટાક્ષ કર્યો કે જમ્મુ અને કાશ્મીર રાજભવનમાં તત્કાળ રીતે એક ફેક્સ મશીનની જરુર છે.

આ બાજુ આ મામલે કાેંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપ નથી ઈચ્છતી કે રાજ્યમાં કોઈ પક્ષ સરકાર બનાવે. મેં કહ્યું હતું કે સરકાર બનાવવા માટે એક સૂચન આવ્યું છે અને હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. એક સૂચન સામે આવતા જ ભાજપે વિધાનસભા ભંગ કરાવી દીધી. આ સાથે જ કાેંગ્રેસના નેતા પ્રાેફેસર સૈફુદ્દીન સોજે સકહ્યું કે પીડીપીના ચીફ મહેબુબા મુãતીએ આ મામલાને કોર્ટમાં લઈ જવો જોઈએ.

Comments

comments

VOTING POLL