કાશ્મીર વિવાદ ઉકેલવા માટે 7 દિવસમાં પ્રસ્તાવ લાવશે પાક સરકાર

August 28, 2018 at 12:03 pm


પાકિસ્તાનના માનવાધિકાર મામલાઓના મંત્રી શિરીન મજારીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનની સરકાર કાશ્મીરનો વિવાદ ઉકેલવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાન મંત્રીએ કહ્યું કે, તહેરીક-એ-ઈન્સાફ પાર્ટી કાશ્મીર વિવાદને એક સપ્તાહની અંદર ઉકેલવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરશે. પાકિસ્તાન સ્ટેક હોલ્ડર મુદ્દા પર પણ ચચર્િ કરવામાં આવશે. પાક મંત્રીએ દાવો ક્યો છે કે, પ્રસ્તાવ કરી લેવામાં આવ્યો છે અને ટૂંકમાં જ તેનો સ્વીકાર પણ કરવામાં આવશે.
સરકારમાં આવ્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાને ઉકેલવો તેમની પ્રાથમિકતામાં સામેલ છે પરંતુ આ મુદ્દાને બંને પક્ષ વાતચીતના માધ્યમથી જ ઉકેલશે. તેમને કાશ્મીરને ભારત અને પાકિસ્તાનનો પરસ્પરનો મુદ્દો પણ ગણાવ્યો હતો.
તેમને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનને વાતચીત કરીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. ભારતને બલૂચિસ્તાનમાં ચાલૂ વિવાદ માટે દોષિત અને કાશ્મીર માટે પાકિસ્તાનને દોષિત માનવાથી મુદ્દાનો ઉકેલ આવી શકશે નહી. જો ભારત એક પગલું દોસ્તી માટે આગળ આવે તો પાકિસ્તાન બે પગલા આગળ વધશે.

Comments

comments

VOTING POLL