કાશ્મીર સમસ્યાનું સમાધાન બંદૂકથી સંભવ નથી: સેના પ્રમુખ

April 16, 2018 at 11:09 am


સેનાપ્રમુખ જનરલ બિપ્નિ રાવતે કહ્યું કે કાશ્મીર ઘાટીના કટ્ટરપંથી યુવાઓને ટૂંક સમયમાં જ અહેસાસ થઈ જશે કે બંદૂકથી તેમની સમસ્યાઓનું સમાધાન શક્ય જ નથી. બંદૂક દ્વારા ન તો સેના અને ન તો આતંકી પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. શાંતિના રસ્તે ચાલીને જ કાશ્મીરની સ્થિતિમાં સુધાર લાવી શકાય છે. કાશ્મીર અંદાજે ત્રણ દશકાથી આતંકવાદના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જનરલ રાવત સેનાની જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફિનિટી રેજીમેન્ટના 70મા સ્થાપ્ના દિવસ સમારોહમાં બોલી રહ્યા હતા.
સેના પ્રમુખે કહ્યું કે આશા રાખી શકાય કે કાશ્મીરની સ્થિતિમાં સુધારો થશે. ત્યાં અમુક યુવાનો છે જે કટ્ટરને પગલે આતંકવાદ સાથે જોડાયા છે. તેઓ વિચારે છે કે બંદૂક દ્વારા પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે પરંતુ એવું શક્ય નથી. ન તો આતંકી અને ન તો સેના બંદૂક દ્વારા પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. આપણે શાંતિના રસ્તે ચાલીને સમસ્યાઓનું નિદાન ચકાસવું પડશે. જનરલ રાવતે કહ્યું કે કાશ્મીરમાં બહ ઓછા લોકો આતંકવાદ સાથે જોડાયેલા છે.

દેશના ઉચ્ચ સૈન્ય કમાન્ડર છ દિવસ સુધી ક્ષેત્રીય સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. તેમનું ધ્યાન પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલી ભારતીય સીમાઓ પર ઝડપથી બદલી રહેલી સ્થિતિઓ પર હશે. સૈન્ય કમાન્ડરોનું આ સંમેલન સોમવારથી નવીદિલ્હીમાં શ થઈ રહ્યું છે. તેની અધ્યક્ષતા સેના પ્રમુખ જનરલ બિપ્નિ રાવત કરશે. સંમેલનમાં જનરલ રાવત અમુક ખાસ મુદ્દા ઉઠાવશે.

Comments

comments

VOTING POLL