કાેંગી એ ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં મોકલી દીધા

November 8, 2019 at 11:07 am


મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે હજુ પણ કોઈ સમાધાન નીકળતું નથી અને ભાજપ તથા શિવસેના વચ્ચે સંઘર્ષ ચાલુ છે ત્યારે પોતાના ધારાસભ્યો તૂટે નહી તે માટે કાેંગ્રેસે તમામ ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં ધકેલી દીધા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે શિવસેનાએ પણ પોતાના ધારાસભ્યોને એક ફાઈવસ્ટાર હોટેલમાં પૂરી દીધા હતા અને એમના મોબાઇલ ફોન પર નિયંત્રણ લાદી દીધા હતા.
એ જ રીતે કાેંગ્રેસે પણ તમામ ધારાસભ્યોને સૂચના આપી છે કે તેઆે કોઈ નો કોન્ટેક્ટ કરે નહી અને બધાને જયપુરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે અને ત્યાં કાેંગ્રેસના નિરીક્ષકો એમના પર વોચ રાખી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર રચવા માટે આજે અને આવતી કાલનો દિવસ છે અને ત્યારબાદ વિધાનસભા ની મુદત પૂરી થઈ રહી છે આમ છતાં હજુ ભાજપ અને શિવસેના વચ્ચે કોઈ સમાધાન ના સંકેત મળતા નથી.
સરકાર રચવાની દિશામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે અને શિવસેના અને સમજાવવા માટે દૂતોને દોડાવવામાં આવ્યા છે અને આજે સાંજ સુધીમાં કંઈક નક્કર પરિણામ આવી શકે છે.

Comments

comments