કાેંગ્રેટસ એન્થનીભાઈઃ યુવાવર્ગ માટે અમિતાભનું જીવન ટેકસ્ટબુક અને પ્રેરકકથા જેવું

September 26, 2019 at 11:18 am


દુનિયામાં કેટલાક માણસો ગોલ્ડન લક સાથે પેદા થાય છે. જો કે લક સાથે એમનો સખત પુરૂષાર્થ અને જબરદસ્ત મહેનત અને સહનશિક્ત એમની સફળતામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી હોય છે. આવી ભાગ્યવાન હસ્તીઆેમાં બોલિવૂડના શહેનશાહ અને દુનિયાભરમાં પ્રખ્યાત અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. અમિતાભ એક અદ્ભૂત વ્યિક્તત્વ છે. આજની આ ભાગદોડભરી ફાસ્ટ લાઈફમાં કરોડો યુવાનો માટે જીવનમાં આગળ વધવા માટે અમિતાભની લાઈફ એક પ્રેરક કથા જેવી છે. જે લોકો અલગ અલગ ફિલ્ડમાં આગળ વધવા માગે છે એમણે અમિતાભના પ્રિિન્સપાલ, એમની થિયરી, એમની જબરદસ્ત મહેનત, લાજવાબ ધીરજ અને સહિષ્ણુતાને ફોલો કરવા જોઈએ. આજના યુવાનો સફળ થવા માટે શોર્ટકટ પસંદ કરે છે પરંતુ આ રસ્તો અને તેની ભ્રામક સફળતા એકદમ સિન્થેટીક અને કામચલાઉ બની જાય છે.
અમિતાભ બચ્ચનની પસંદગી દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે થઈ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ સૌથી હાઈએસ્ટ એવોર્ડ છે. આમ તો અમિતાભ પાસે સેંકડો એવોર્ડ છે અને તેમાં ત્રણ નેશનલ એવોર્ડનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સનો હાઈએસ્ટ નાઈટ આેફ ધ લિજીયન એવોર્ડ પણ એમને મળેલો છે. આજના યુવાનો માટે અમિતાભ કેવા કપડા પહેરે છે અને કેવી હેરસ્ટાઈલ રાખે છે તેમાં ધ્યાન દેવાને બદલે તેણે કઈ રીતે સફળતા મેળવી છે તે જાણવું અનિવાર્ય બન્યું છે. આજના યુવાનો અને યુવતીઆે માટે આગળ આવવા માટે અમિતાભનું જીવન એક ટેકસ્ટબુક અને પ્રેરક કથા જેવું છે. અમિતાભે તેના જીવનમાં ભયંકર અપમાનોના કડવા ઘુંટડા ઉતાર્યા છે છતાં ધીરજ અને શાલિનતા ગુમાવી નથી. અમિતાભનું સૌથી મોટું જમા પાસુ અને યુવાનો માટે લેશન એ છે કે એમણે હંમેશા માતા-પિતાની ખુબ જ ઈજજત કરી છે અને એમને ભગવાનની જેમ પુજયા છે. અમિતાભે કયારેય ભાષાકીય વિવેક ગુમાવ્યો નથી. કોઈના વિશે કયારેય ઘસાતું બોલવાની ગંદી હરીફાઈમાં તેઆે કયારેય જોડાયા નથી.
સુપ્રસિધ્ધ ફિલ્મ ક્રિટીક બન્ની રૂબેનને એકવાર ઈન્ટરવ્યુમાં અમિતાભે એમ કહ્યું હતું કે 75 ટકા મહેનત અને 25 ટકા લક હોય તો કલાકાર સફળ થઈ જાય છે. જો કે તેનામાં સહનશિક્તનું લેવલ પણ ઘણું ઉંચું હોવું જોઈએ. અમિતાભને અત્યાર સુધીમાં 12 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂકયા છે અને સૌથી વધુ ધ્યાન ખેંચનારી હકીકત એ છે કે સૌથી વધુ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મેળવવાનો એમનો રેકોર્ડ છે જે હજુ સુધી કોઈ તોડી શકયું નથી. અમિતાભે ફકત એકટીગ પુરતી જ પોતાની કેરિયર સિમિત રાખી નથી પરંતુ પ્લેબેક સિંગિંગ, ફિલ્મ નિમાર્ણ અને ટીવી પ્રેઝન્ટર તરીકે પણ હાથ અજમાવ્યા છે અને તેમાં પણ એમને સફળતા મળી છે. કૌન બનેગા કરોડપતિ ગેમ શોથી એમની પ્રસિધ્ધિ વધુ ચમકી છે. એમણે હોલિવૂડની એક ફિલ્મમાં પણ સપોટંગ રોલ કર્યો હતો. ત્યારબાદ પોલિટિકસમાં પણ એમણે પોતાની સફળતાના ઝંડા લહેરાવ્યા હતાં અને 1984થી 1987 સુધી લોકસભાના સભ્ય તરીકે રહ્યા હતાં. અલ્હાબાદમાં એમણે કયારેય ચૂંટણી નહી હારેલા એચ.એન. બહુગુણાને હરાવી દીધા હતાં અને લોકસભાની ચૂંટણીમાં અમિતાભનો વિજય થયો હતો. રાજીવ ગાંધીના ખાસ આગ્રહથી જ એમણે પોલિટિકસમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ ફિલ્ડમાં તેઆે ખુબ જ ટૂંકા સમય માટે રહ્યા હતાં. અમિતાભનું જીવન કંુ સે કાલિયા કી સફર જેવું છે. આજના યુવાનો અને યુવતીઆે જો ધારે તો પોત પોતાના ફિલ્ડમાં આગળ નીકળવા માટે અને સફળ થવા માટે એમની જીવનકથા પરથી બોધ લઈ શકે છે. ફિલ્મના પડદા પર સીન ભજવતી વખતે પોતાની ઈમોશન્સ સાથે કોન્ટેકટ કરીને અદાકારીમાં એમણે જે જીવ પરોવી દીધો હતો અને જે પ્રભાવક અવાજથી પ્રેક્ષકોના દિલ પર પડઘા પાડયા હતાં તે કોઈ ભુલી શકે એમ નથી. અમિતાભ એડવટાર્ઈઝમેન્ટમાં પણ ચમકતા રહે છે અને નાના તથા મોટા પડદે સતત તેઆે પોતાના ચાહકોને ખુશ કરતા રહે છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે એમની પસંદગી ભલે મોડી થઈ છે પણ યથાયોગ્ય છે.
આ ઉંમરમાં પણ અમિતાભે કામ કરવાની જે ગતિ અને જે ઉજાર્ જાળવી રાખ્યા છે તે ખરેખર બેમિસાલ છે. આજના યુવાનો મહેનત કરવા માટે જો ્રઅમિતાભની જેમ તૈયાર હોય તો તેમને જીવનમાં કોઈપણ અડચણો આવશે નહી અને તેઆે પોતાના જીવનમાં જે ટાર્ગેટ નક્કી કરશે તેને પહાેંચી વળવા માટે એમને ખરેખર સરળતા રહેશે અને તેમને ઉત્સાહમાં પણ દિન-પ્રતિદિન વધારો થતો જશે તેમાં કોઈ શંકા નથી.
નિરાભિમાની વ્યિક્તત્વ રાખવું તે બહુ મોટી વાત છે. જીવનમાં સફળ થવા માટે જે કેટલાક સદ્ગુણોની જરૂર છે તે બધા અમિતાભમાં જોવા મળે છે અને એટલા માટે જ સફળતા એમને ઝડપથી વળગી જાય છે. ભલે ગમે તે ફિલ્ડ હોય પણ અમિતાભ તેમાં હાથ નાખે એટલે સફળતા એમને મળી જ જાય છે. સલુણો સ્વભાવ અને વાણીવર્તનમાં વિવેક તથા સંયમ રાખવા તે પણ ખુબ જ જરૂરી છે.
એક વાર પ્રભુ ચાવલા નામના વરિષ્ઠ પત્રકારે અમિતાભને એવો સવાલ કર્યો હતો કે તમે ક્યા સુધી કામ કરતા રહેશો ં આ પ્રñના જવાબમાં અમિતાભે હાસ્ય વેરીને શોર્ટ જવાબ આપ્યો હતો અને એમ કહ્યું હતું કે, જ્યાં સુધી કામ મળતું રહેશે ત્યાં સુધી હું કામ કરીશ. જ્યાં સુધી ચહેરો જોવાલાયક રહેશે અને દર્શકોને ગમશે ત્યાં સુધી કામ કરીશ. અમિતાભના આ જવાબમાં અસાધારણ આત્મવિશ્વાસ છલકે છે. ઉંમરનો કોઈ બાધ કામ કરવામાં નડતો નથી અને તેનો સૌથી મોટો દાખલો એ છે કે, આ ઉંમરમાં પણ અમિતાભને એડવટાર્ઈઝમેન્ટમાં કામ કરવાની આેફરો મળી રહી છે અને તેઆે અનેક એડમાં નાના પડદા પર દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં એમની કેટલીક નવી ફિલ્મો પણ આવી રહી છે અને એમણે કામ કરવાનું હજુ ચાલુ જ રાખ્યું છે તે વાત પણ ખરેખર શીખવા જેવી છે.

Comments

comments