કાેંગ્રેસના નિશાન ઉપર કેગ

February 12, 2019 at 8:57 am


રાફેલનો મુદ્દાે શાંત થવાનું નામ લેતો નથી. કાેંગ્રેસ આ મુદ્દે નરેન્દ્ર મોદી સામે હાથ ધોઈને પડી ગઈ છે અને હવે આ મામલે આેડિટ કરનાર કેગ સામે પણ કાેંગ્રેસે જંગ શરુ કર્યો છે. કેગ તરીકે મૂકાયા તે પહેલાં રાજીવ મહર્ષિ નાણા મંત્રાલયમાં હતા. કાેંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે રફાલના રિવ્યૂમાં મહેરિશિ સામેલ ના થવા જોઈએ, કેમ કે તેઆે 24 આૅક્ટોબર 2014થી 30 આૅગસ્ટ 2015 સુધી નાણા સચિવ હતા. આ જ સમયગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પારિસની મુલાકાતે હતા અને તેમણે રફાલની નવી ડીલની જાહેરાત કરી હતી.

પોતાના કાર્યકાળમાં સંરક્ષણ મંત્રાલયના સોદાની ફાઇલ તેમણે પાસ કરી હોય ત્યારે તેઆે કેવી રીતે તેનું આૅડિટ કરી શકે તેવો સવાલ કાેંગ્રેસે ઉઠાવ્યો છે. જોકે નાણા પ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી છે કે સંરક્ષણ મંત્રાલયની ફાઇલો નાણા સચિવ પાસે નહોતી ગઈ, પરંતુ સેક્રેટરી (એક્સપેન્ડિચર) પાસે ગઈ હતી. જેટલીએ વિપક્ષ પર રફાલનો મામલો નાહકનો ચગાવવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી સતત જૂઠું બોલી રહ્યા છે.

ભાજપ રફાલના મુદ્દે કેગનો રિપોર્ટ જાહેર કરીને એક સાથે બે કામ કરવા માગે છે. રફાલના મુદ્દે થતા આક્ષેપો ખોટા છે તેવો પ્રચાર થઈ શકે અને બીજું પ્રિયંકા ગાંધીના યુપી પ્રવેશને પૂરતો પ્રચાર ના મળે. જોકે આનાથી ઉલટું પણ થઈ શકે છે, કેમ કે રોબર્ટ વાડરાની પૂછપરછ શરુ થઈ ત્યારે સૌએ એવો જ સવાલ કર્યો હતો કે પ્રિયંકાના સત્તાવાર પ્રવેશ સાથે જ શા માટે રોબર્ટ વાડરાની પૂછપરછ શરુ થઈ. તે જ રીતે રફાલના મુદ્દામાં સરકારનો બચાવ કેગે કર્યો હશે તો પણ તે બહાને રફાલની ચર્ચા અવશ્ય થશે. સાથે જ રફાલના મુદ્દાને હવે કેવી રીતે કાેંગ્રેસ આગળ વધારવા માગે છે તેની પણ ચર્ચા થશે. પ્રિયંકા રફાલના મુદ્દાનો ઉલ્લેખ કરશે તો પણ ચર્ચા થશે. પ્રિયંકા રફાલનો મુદ્દાે નહિ ઉપાડે તો પણ ચર્ચા થશે કે આ મુદ્દાે રાહુલ ગાંધી પોતે જ રાખશે, જ્યારે પ્રિયંકા વધારે પાયાનું કામ કરશે.

રફાલ અને કેગ સાથે વિપક્ષ એક મુદ્દાે એ પણ ચગાવશે કે વધુ એક બંધારણીય સંસ્થાને નબળી પાડવામાં આવી છે. બંધારણીય સંસ્થાઆે મુક્તપણે કામ કરતી નથી. બંધારણીય સંસ્થાઆે સરકારના ઇશારે કામ કરે છે તે મુદ્દાે વિપક્ષે પકડી રાખ્યો છે. સીબીઆઈના દુરુપયોગનો મામલો ખુલ્લાે પડી ગયો તે પછી અન્ય સંસ્થાઆેને પણ કામ કરવા દેવાતું નથી તેવો મુદ્દાે વિપક્ષને ટીકા કરવા માટે ફાવે તેવો છે. જોકે સંસ્થાઆેનો દુરુપયોગ કરવાથી પ્રજાને શું નુકસાન થાય તે જનતાની ભાષામાં વિપક્ષે સમજાવવું પડે. માત્ર બંધારણની ભાવનાની, આદર્શ સ્થિતિની ચર્ચા કરવાથી લોકોના ગળે વાત ઉતરે નહિ.

Comments

comments

VOTING POLL