કાેંગ્રેસના પાટીદારોમાં ભભૂકતો રોષઃ સામૂહિક રાજીનામાની ચીમકી

November 28, 2018 at 11:24 am


પ્રદેશ કાેંગ્રેસના માળખાની મોડે મોડે જાહેરાત તો કરી દેવામાં આવી છે પણ તેમાં જે રીતે ભેદભાવની નીતિ રાખવામાં આવી છે તેને કારણે અસંતોષનો જ્વાળામુખી ફાટéાે છે અને કાેંગ્રેસ સાથે જોડાયેલાં સૌરાષ્ટ્રના અનેક પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધગધગતો પત્ર લખીને તેમની અવગણના કરવામાં આવી હોવાની સ્પષ્ટ લાગણી વ્યકત કરી છે. પ્રદેશ પ્રમુખને લખેલા ખુલ્લા પત્રમાં આ આગેવાનોએ પક્ષની બેધારી નીતિની પણ ટીકા કરી છે અને કહ્યું છે કે, સંગઠનમાં પાટીદારોને નજીવું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે જે અન્યાયકતાર્ છે અને જો આ અન્યાય દૂર નહી થાય તો સામુહિક રાજીનામાની ચીમકી પણ આપી છે. સૌથી ચાેંકાવનારી બાબત એ છે કે, જસદણની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ કાેંગ્રેસમાં અસંતોષનો જ્વાળામુખી ફાટયો છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખેલા પત્રમાં ખુંટ સંજયભાઇ (પ્રમુખ-રાજકોટ તાલુકા કાેંગ્રેસ), વંભભાઇ રંગાણી (સદસ્ય રાજકોટ તાલુકા પંચાયત), વિજયભાઇ બોરડ (મહામંત્રી રાજકોટ તાલુકા કાેંગ્રેસ), મનસુખભાઇ રોકડ (મહામંત્રી રાજકોટ તાલુકા કાેંગ્રેસ), મનસુખભાઇ સંખાવારા ડાયરેકટર રાજકોટ માર્કેટિંગ યાર્ડ, વિમલભાઇ રામાણી, ભીખાભાઇ ગજેરા, ભરતભાઇ સરધારા, હરકિશનભાઇ સોજીત્રા, નીલેશભાઇ સતાણી, રાજેશભાઇ ગાેંડલિયા, વી.ડી.વેકરિયા, મુકેશભાઇ માંડણકા (પ્રમુખ ગાેંડલ તાલુકા કાેંગ્રેસ), શૈલેષભાઇ વસોયા (ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કાેંગ્રેસ), અશ્વિનભાઇ બોપલિયા (સરપંચ બેડી ગ્રામ પંચાયત), કિરીટભાઇ રામાણી (સરપંચ સાજડિયાળી ગ્રામ પંચાયત), ઠાકરશીભાઇ ગજેરા (કોર્પોરેટર રાજકોટ), પરષોતમભાઇ સગપરિયા, મોહનભાઇ સોજીત્રા, ગોવિંદભાઇ સભાયા (પૂર્વ ડે.મેયર), વાલજીભાઇ લકકડ, ધીરજભાઇ મુંગરા (સભ્ય, શિક્ષણ સમિતિ રાજકોટ), દીલીપભાઇ વાડોદરિયા (ભાણો), ઘનશ્યામભાઇ વોરા (કાેંગ્રેસ કાર્યકર સાણથલી), દીપકભાઇ હિરપરા (અગ્રણી જસદણ કાેંગ્રેસ), સંદિપભાઇ છાયાણી (જસદણ કાેંગ્રેસ), પરષોતમભાઇ પટેલ (પ્રમુખ જેતપુર તાલુકા કાેંગ્રેસ) સહિતના કાર્યકરો અને આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આગામી ચૂંટણીઆેને ધ્યાનમાં રાખીને 400થી વધુ લોકોના સમાવેશ સાથે જમ્બો માળખું તો રચવામાં આવ્યું છે પણ તેમાં પાટીદારોને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. પક્ષના જે સંગઠનની રચના કરવામાં આવી છે. તેમાં પાટીદાર સમાજની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે અને 400 હોદ્દેદારોમાંથી માંડ 6 ટકા પ્રતિનિધિત્વ સમાજને આપવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કાેંગ્રેસને ફાયદો પણ થયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકીય પક્ષો પાટીદારોનું મહત્વ સમજે છે પણ કાેંગ્રેસ તે સમજવામાં થાપ ખાઇ ગઇ છે અને તેને કારણે તેને જ ભોગવવું પડે છે. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારોને વધુ હોદ્દા આપવાને બદલે કાપ મૂકવામાં આવ્યો છે અને આગેવાનોની ઘોર અવગણના કરવામાં આવી છે. આજે પાટીદારોની હાલત કાેંગ્રેસમાં બિચારા જેવી થઇ ગઇ છે અને તે પક્ષને પાલવે તેમ નથી. જ્યારે જરૂર પડે ત્યારે પાટીદારોનો ચૂંટણીલક્ષી ઉપયોગ કરવામાં આવે છે. નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય દરેક ચૂંટણી વખતે કાેંગ્રેસે જીતવા માટે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો છે અને પછી જસદણ વિધાનસભાની ચૂંટણી માથે આવી રહી છે અને પાટીદારો જુદુ જ વિચારી રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિવાદમાં પક્ષની વિરૂધ્ધમાં કામ કરનારને પ્રદેશમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીપદની લ્હાણી કરવામાં આવી છે અને તેને કારણે કાર્યકરોમાં ખોટા સિગ્નલ ગયા છે. પાટીદારોને ન્યાય માટેની અમારી લાગણી અંગે વહેલી તકે વિચારવામાં નહી આવે તો અમારે પક્ષ છોડવા સુધીનો આકરો નિર્ણય લેવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આ પત્રમાં આપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL