કાેંગ્રેસના લોન માફીના દાવ સામે ભાજપનો જીએસટીનો પેંતરો

December 25, 2018 at 9:24 am


લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના બે મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કાેંગ્રેસ સામસામે દાવ રમી રહ્યા છે. પોતાની બાજી સુધારવા માટે કાેંગ્રેસે લોન માફીનો દાવ રમી લીધો છે અને તેની સામે ભાજપે જીએસટીનો પેંતરો કરીને આ ખેલ ચાલુ રાખ્યો છે.

લોકશાહીમાં ચૂંટણી પરિણામો કે પરાજય જ રાજકીય નેતાની આંખ ખોલી શકે છે. રાજકારણીના રેસકોર્સમાં ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અશ્વ વન સાઈડેડ દોડતો રહ્યાે, કારણ હરીફાઈમાં લંુ ઘોડાઆે હતા. કોઈ લગામ તાણવાવાળું ન હતું. એટલે નરેન્દ્ર મોદી આણિ મંડળી નોટબંધી અને જીએસટી જેવા આર્થિક સુધારાઆે લાવ્યા. આ બન્ને સુધારાઆેના લાભ આેછા દેખાયા અને ભાજપને ચૂંટણીઆેમાં નુકસાન વધુ થયું. આમ આદમી, વેપારીઆલમ-કોઈ આનાથી ખુશ નથી.

નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેટલી સિવાયના તમામને જીએસટીમાં સરકારે લોચો માર્યો હોવાનું સમજાઈ ગયું. મોદી એક રાષ્ટ્ર એક ટેક્સના ધ્યેયને વળગી રહ્યા. તેઆે પોતાના પગલાં પર મુશ્તાક હતા. મોદી એવું ધારતા હતા કે તેમની પાસે અર્થશાસ્ત્રના ખેરખાંઆે છે, બુિÙશાળી ખોપરીઆે છે. એટલે મિલ્ટ-સ્લેબનું ટેક્સ માળખું લોકોને માથે ઠોકી બેસાડéું. અગાઉ આ ઢંગધડા વિનાના માળખાને સરળ બનાવવાની માગણીઆે પણ થઈ. કાેંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષોએ પણ વિરોધ કર્યો, પરંતુ એક કહેવત છે ને કે માણસ હાર્યો વળે, વાળ્યો ન વળે.

ત્રણ રાજ્યોમાં ધોબીપછાટ ખાધી એટલે સાન ઠેકાણે આવી ગઈ. હવે સામાન્યજનોનો વિચાર આવ્યો. હવે સંખ્યાબંધ આઈટમોના ટેક્સમાં ઘટાડો કરતા સ્લેબ ગોઠવ્યા, દેશના અર્થતંત્રની લગીરેય પરવા કર્યા વિના સરકારે આડેધડ નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. હવે આગળ શું થશે તેની કોઈ આગાહી થઈ શકે તેમ નથી.

Comments

comments

VOTING POLL