કાેંગ્રેસના સહયોગી પક્ષો વચ્ચે અવિશ્વાસ ઉભો કરવામાં મોદી સફળ

July 21, 2018 at 10:43 am


Spread the love

અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષી દળોના સવાલોના જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્લાબોલ કરી આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિપક્ષોને એ રીતે જવાબ આપ્યો કે કાેંગ્રેસની સહયોગ પાર્ટીઆે વચ્ચે કાેંગ્રેસ પ્રત્યે અવિશ્વાસ ઉભો કરી દીધો છે.

ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નિવેદન પર કટાક્ષ કર્યો હતો કે વડાપ્રધાન મારી સામે આંખમાં આંખ નાંખી વાત કરી શકતા નથી. પીએમ મોદીએ રાહુલના આ નિવેદનને કાેંગ્રેસ (નહેરુ-ગાંધી પરિવાર)ના અહંકાર સાથે જોડી દેતા કહ્યુંકે તમારી સાથે (નેહરુ-ગાંધી પરિવાર) સાથે આંખમાં આંખનાંખી કોણ જોઇ શકેં

નેતાજી સુભાષચંદ્ર બોઝે પ્રયત્ન કર્યો હતો, મોરારજીભાઇ દેસાઇએ પ્રયત્ન કર્યો હતો, ચરણસિંહે કર્યો હતો. કાેંગ્રેસની સહયોગી એનસીપી નેતા શરદ પવારે કર્યો હતો. જેડી(એસ) નેતા એચ ડી દેવગોડાએ કર્યો હતો. પ્રણવ મુખજીર્્એ કર્યો હતો. દરેક લોકો જાણે છે કે તેમની સાથે શું થયું હતું.

આ એ બધા નેતા કે દળ છે જેમણે કાેંગ્રેસ નેતૃત્વ અથવા એમ કહીએ કે નેહરુ-ગાંધી પરિવારને પડકાર્યો હતો. એનસીપીનો ઉØભવ છે કાેંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ વિરુધ્ધ થયો હતો. જ્યારે શરદ પવારે તત્કાલિન કાેંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દાે ઉઠાવીને કાેંગ્રેસથી અલગ પાર્ટી બનાવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્ને આશા હતી કે ઇિન્દરા ગાંધીના નિધન બાદ વડાપ્રધાન તેઆે બનશે. પ્રણવ મુખરજી કાેંગ્રેસથી અલગ પણ થયા હતા. જેડી (એસ) નેતા એચડી દેવગૌડા પણ કાેંગ્રેસ વિરુધ્ધના ગઠબંધન દરમિયાન દેશના વડાપ્રધાન બન્યા હતા.

પરંતુ આજે કણાર્ટકમાં કાેંગ્રેસ સાથે જેડી(એસ) સરકાર ચલાવી રહી છે. તેમ છતાં અવિશ્વાસ પ્રસ્તાવને લઇને લોકસભામાં શુક્રવારે ચાલેલી ચર્ચા લોકસભાની આગામી ચૂંટણીની રાજનૈતિક તૈયારીની ઝલક આપી ગયું.