કાેંગ્રેસની આજે સાંજે મળનારી બેઠકમાં લોકસભાની ચૂંટણી નો ચક્રવ્યૂહ ઘડાશે

September 11, 2018 at 12:21 pm


ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે સાંજે પાંચ વાગ્યે કાેંગ્રેસની કોર કમિટીની બેઠક મળશે આ બેઠકમાં કાેંગ્રેસના 26 જેટલા આગેવાનો હાજરી આપશે.
કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ની હાજરીમાં મળનારી આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી ની રણનીતિ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત આ મહત્વની બેઠકમાં પ્રદેશ સંગઠન ને લગતી પણ કેટલીક વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા સમયથી બાકી રહેલી સંગઠનની પુનઃ રચના અંગે પણ ચર્ચા હાથ ધરાશે,
કાેંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ રાહુલ ગાંધી ગુજરાતી મુલાકાતે આવવાના હતા પરંતુ રાજ્યમાં ભારે વરસાદ તથા રાહુલ ની રાજકીય વ્યસ્તતાને કારણે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો જેના પગલે હવે રાહુલ ગાંધીના ગુજરાત નો પ્રવાસ ટૂંક સમયમાં નક્કી કરાશે જે અંગે આ બેઠકમાં પણ ચર્ચા કરાશે તથા કાેંગ્રેસના રાષ્ટ્રપ્રમુખના પ્રવાસ કાર્યક્રમ ની તૈયારીઆેને આેપ અપાશે.
કાેંગ્રેસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આગામી એપ્રિલ કે મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે કાેંગ્રેસે અત્યારથી પોતાના શસ્ત્રાે સજાવવાનું શરુ કરી દીધું છે જેમાં કેન્દ્ર હાઈ કમાન્ડ ના નિર્દેશ મુજબ રાજ્યમાં 500 જેટલા કાેંગી કાર્યકરોને વિશેષ તાલીમ આપવામાં આવશે જેનો આજથી ખેડા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
કાેંગ્રેસના પ્રદેશ સંગઠન ને વધુ વેગવંતુ રાખવા તથા વિવિધ કાર્યક્રમો દ્વારા કાર્યકરોનો જુસ્સો ટકાવી રાખવા કાેંગ્રેસની કોર કમિટીની બેઠક દર મહિને યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL