કાેંગ્રેસનું પ્રિયંકા કાર્ડ

January 25, 2019 at 9:04 am


પ્રિયંકા ગાંધી વાડરાની પૂર્વ ઉત્તર પ્રદેશમાંના કાેંગ્રેસ મહાસમિતિનાં મહામંત્રી તરીકે નિમણૂક કરાતા પક્ષના અન્ય નેતાઆે અને કાર્યકરોને નવું જોમ મળ્યું છે. કાેંગ્રેસનું આ પગલું દેશના વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોતાની તાકાત વધારવાના પ્રયાસના ભાગરુપે ગણાય છે. પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યમાંનો કાેંગ્રેસનો અખત્યાર સાેંપાતા લોકસભાની આગામી ચૂંટણીમાં અમને રાજ્યમાંથી 40થી વધુ બેઠક જીતવાની આશા છે.

પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંના કાેંગ્રેસ મહાસમિતિના મહામંત્રી બનાવાયા છે. કાેંગ્રેસ પાસે હાલમાં રાજ્યની લોકસભાની માત્ર બે બેઠક – અમેઠી અને રાય બરેલી છે અને આ બન્ને મતવિસ્તાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવેલા છે. માયાવતીનાં બહુજન સમાજ પક્ષ (બસપ) અને અખિલેશ યાદવના સમાજવાદી પક્ષ (સપ)એ તાજેતરમાં રાજ્યમાં યુતિ કરીને લોકસભાની બેઠકોની વહેંચણી કરી હતી. આમ છતાં, ભારતીય જનતા પક્ષને સત્તા પરથી દૂર રાખવાના ઇરાદાથી કરાયેલી આ યુતિમાંથી કાેંગ્રેસને બાકાત રખાતા કાેંગ્રેસે રાજ્યમાં એકલેહાથે ચૂંટણી લડવાની તૈયાર શરુ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વારાણસીની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ગોરખપુરનો મતવિસ્તાર મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના ગઢ સમાન ગણાય છે.કાેંગ્રેસે રાજ્યમાં ભારતીય જનતા પક્ષ ઉપરાંત બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષની યુતિનો પણ સામનો કરવો પડશે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પ્રિયંકા વડા પ્રધાન મોદીને પડકાર આપી શકશેં જો આપણે વારાણસી લોકસભા સીટનો ઇતિહાસ ચકાસીએ તો વર્ષ 1991 બાદ વર્ષ 2004ને બાદ કરતા આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક રહી છે. જોકે, વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપ માટે આકરો પડકાર રહ્યાે હતો. ભાજપના કદ્દાવર નેતા મુરલી મનોહર જોશી અહીયાથી ફક્ત 17 હજાર સીટથી ચૂંટણી જીતી શક્યા હતા. આ સીટ પર આશરે સાડા ત્રણ લાખ વૈશ્ય, અઢી લાખ બ્રાûણ, ત્રણ લાખથી વધુ મુિસ્લમ, દોઢ લાખ ભૂમિહાર, એક લાખ રાજપૂત, બે લાખ પટેલ, એશી હજાર ચૌરસિયા, આશરે સાડા ત્રણ લાખ આેબીસી વોટર અને આશરે એક લાખ દલિત વોટર છે. આમ જાતિના સમીકરણો અને ગણિત વડા પ્રધાન મોદીના પક્ષમાં જ જોવા મળે છે.

Comments

comments

VOTING POLL