કાેંગ્રેસે વિપક્ષને નબળો પાડવાની સોપારી લઇ રાખી છેઃ કેજરીવાલ

May 9, 2019 at 10:42 am


દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના સ્થિતિ માટે કાેંગ્રેસને જવાબદાર ઠેરવી છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીમાં ગઠબંધન ન થવા પાછળ કાેંગ્રેસનો સંપૂર્ણ વાંક હતો, કારણ કે કાેંગ્રેસ દરેક જગ્યાએ ભાજપા વિરુÙ ચૂંટણી લડનાર દરેક રાજકીય દળને નબળી પાડવાની સોપારી લઇ રાખી છે.
કાેંગ્રેસે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનની આશાઆેને નબળી બનાવી અને આ બંને પાર્ટીઆેના વોટ કાપવામાં કાેંગ્રેસ મહત્વનો ભાગ ભજવી રહી છે. બંગાળમાં મમતા બેનરજી પર રાજકીય હુમલા કરવામાં આવી રહ્યા છે, આ સિવાય દિલ્હીમાં પણ કાેંગ્રેસ વિપક્ષને જ પ્રભાવિત કરી રહી છે.
તાજેતરમાં જ દિલ્હી મુખ્યમંત્રી પર એક ચૂંટણી રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક અજાÎયા વ્યિક્તએ પ્રચાર દરમિયાન જ કેજરીવાલને લાફો મારી દીધો હતો. પોતાની મુલાકાત દરમિયાન તેમણે લોકસભા ચૂંટણીના પરિણામો માટે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી જ જીતશે

Comments

comments

VOTING POLL