કાેંગ્રેસે હજુ પોપ્યુલર મેન્ડેટ મેળવવાનો બાકી છે : કણાર્ટકના વિજયથી 2019નો માર્ગ આસાન થતો નથી

May 21, 2018 at 4:58 pm


કોઈપણ સસ્પેન્સ થિ્રલર ફિલ્મ માટે સુંદર મજાનો પ્લોટ પુરો પાડી શકે તેવા કણાર્ટકના અવિસ્મરણીય પ્રકરણ ઉર્ફે બબાલની અિગ્ન શાંત થઈ ગઈ છે અને પરિણામ આવ્યા બાદ 72 કલાક સુધી જે નાટકીય ઘટનાઆે ઘટી છે અને જે હંગામા અને શોર બકોર રહ્યા છે તે હવે શાંત થયા છે. ઈલેકટ્રાેનિક ન્યુઝ ચેનલો પર આખો દિવસ કણાર્ટકની રામાયણ સાંભળી સાંભળીને લોકોના કાન પાકી ગયા હતાં. સરકાર રચવા માટે જયારે માથાની જરૂર હોય ત્યારે એક ધારાસભ્યનો ભાવ કેટલી હદ સુધી ઉંચે જઈ શકે છે તેનો અહેસાસ પણ આપણા દેશની જનતાને થયો છે. આઈપીએલની હરરાજીમાં ક્રિસ ગેલ કે પછી ધુંવાધાર ધોની, કોહલી, વોટસન વગેરેના ભાવ કયારેય ન બોલાય તેવા ભાવ એક ધારાસભ્યના બોલાયા છે અને વાત તો 100 કરોડ સુધી પહાેંચી ગઈ હતી. ખાલી વફાદારીનો ઝભ્ભો બદલાવવાના હવે આપણા રાજકારણમાં 100 કરોડ રૂપિયા બોલાય છે. આ હકીકત ગૌરવપૂર્ણ છે કે શરમજનક છે તેનો હિસાબકિતાબ ખુદ લોકોએ જ કરવાની જરૂર છે અને આ લોકોએ કયા લેવલ પર રાજકારણને પહાેંચાડી દીધું છે તેની ગંભીરતાથી ચિંતા કરવાની પણ જરૂર છે.
કણાર્ટકમાં વિશ્વાસનો મત પૂરવાર થઈ જશે અને અમારી પાસે પુરતી સભ્ય સંખ્યા છે તેવા નિવેદનો લગભગ બધા જ ટોચના નેતાઆેએ આપ્યા હતાં પરંતુ તેના કરતાં તદન ઉલટુ ચિત્ર જોવા મળ્યું અને સસ્પેન્સ ફિલ્મમાં જેમ સસ્પેન્સ ખુલે અને બધાના હૃદય ધબકારા ચુકી જાય તેવું દ્રશ્ય વિધાનસભા ગૃહમાં સજાર્યું. અચાનક જ પ્રવચન કરતાં કરતાં યેદીયુરપ્પાએ બહુમતિ ન હોવાને લીધે રાજીનામું આપું છું તેવી જાહેરાત કરી અને દેશભરમાં આòર્યનું એક મોજું ફરી વળ્યું. કણાર્ટકમાં આ પહેલા કાેંગ્રેસની જ સરકાર હતી પરંતુ તેના મુખ્યમંત્રી તરીકે સિધ્ધારમૈયાએ નકરી કુસેવા જ કરી હતી અને લોકોના અને ખેડૂતોના કામ કર્યા ન હતાં માટે આ વખતની ચૂંટણીમાં કાેંગ્રેસને મોટો ફટકો સહન કરવો પડયો છે. કારણકે આગલી ચૂંટણીમાં કાેંગ્રેસને 122 બેઠકો મળી હતી અને છેલ્લે તેને 78 જ બેઠકો મળી હતી તો તેનો મતલબ એ છે કે કણાર્ટકની જનતા કાેંગ્રેસના શાસનથી ખુશ ન હતી. સિધ્ધારમૈયા પોતાના પાંચ વર્ષના કાર્યકાળના અંતિમ વર્ષમાં જ સક્રિય થયા હતાં અને અચાનક જ જાણે કોમામાંથી બહાર આવ્યા હોય તેમ તેમને ખબર પડી હતી કે હું તો મુખ્યમંત્રી છું અને મારે તો કામ કરવું પડશે. કાેંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ પણ છે કે તેના પ્રમુખ રાહુલ ગાંધી ઉત્સાહી છે પરંતુ એલર્ટ નથી અને કયા રાજયમાં શું ચાલી રહ્યું છે તેની ખાસ ખેવના કે પરવા તેમને હોતી નથી. જો રાહુલ ગાંધી જાગૃત હોત તો કાેંગ્રેસના શાસનમાં સિધ્ધારમૈયા પાસેથી ઘણું સારૂં કામ કરાવી શકયા હોત પરંતુ રાહુલ ગાંધી તેમાં નિષ્ફળ રહ્યા છે.
કાેંગ્રેસના એક નેતાએ તો એમ પણ કહી દીધું છે કે 2014 પછી ચૂંટણીના મેદાનમાં કાેંગ્રેસનો ભાજપ સામેનો આ સૌથી મોટો વિજય છે પરંતુ આ નેતા એ વાત ભુલે છે કે હજુ કાેંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ભાજપને પરાસ્ત કરવાનું બાકી છે. હજી તેને પોપ્યુલર મેન્ડેટ લેવાનો બાકી છે. પ્રખર પોલિટિકલ સાયન્ટીસ્ટ ઝોયા હસન એમ કહે છે કે કાેંગ્રેસ જરાપણ એવો વહેમ ન રાખે કે એમણે કમબેક કર્યુ છે અને આખા દેશમાં મતદારોની માનસિકતા ફરી ગઈ છે. વાસ્તવમાં ભાજપ ખુદ ભાજપથી હાર્યો છે કાેંગ્રેસે ભાજપને હરાવ્યો નથી.
ગવર્નરની વાત કરીએ તો વજુભાઈ વાળાએ સુપ્રીમ કોર્ટનો રોષ વહોરી લીધો હતો અને પ્રથમ સૌથી મોટા પક્ષ તરીકે એમણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને તેમાંથી મોટી બબાલ પેદા થઈ ગઈ હતી. ગવર્નરના આ નિર્ણય સામે કાેંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે એવા પ્રશ્નો કર્યા હતાં કે કયા આધારે ગવર્નરે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું ં શું એમની પાસે બહુમતિ છે કે કેમ ં તેની કોઈ તપાસ ગવર્નરે કરી હતી ં આ પ્રકારના અનેક સવાલો ગવર્નરને લઈને સુપ્રીમ કોર્ટે કર્યા હતાં. આમ કયાંકને કયાંક વજુભાઈ વાળા પણ ગવર્નર તરીકે થાપ ખાઈ ગયા હતાં.
કાેંગ્રેસના એક નેતાએ એવી બડાઈ હાંકી હતી કે ખુબ જ ટૂંકા ગાળામાં અમે એકશન લીધા અને જનતાદળ (એસ) સાથે જોડાણ કરી લીધું. અમે સુપ્રીમમાં કાનુની લડત જીતી ગયા અને યેદીયુરપ્પાને ગવર્નરે આપેલા સમયમાં નાેંધપાત્ર ઘટાડો કરાવી શકયા. એમણે એમ પણ કહ્યું કે 2015માં અમે બિહારમાં જીત્યા હતાં પરંતુ તેમાં નિતીશકુમાર અને લાલુપ્રસાદની સિધ્ધી મોટી હતી. અમે પંજાબમાં પણ જીત્યા અને ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટી અને અકાલીઆે સામે રોષ દશાર્વ્યો ત્યારબાદ અમે ગોવા, મણીપુર અને મેઘાલયમાં વિજય મેળવ્યો પરંતુ ત્યાં અમે સરકાર બનાવી જ ન શકયા. કણાર્ટકમાં જે કંઈ થયું એમાં અમે ભાજપને બતાવી દીધું કે આ ગેમ કેવી રીતે રમાય છે અને કઈ રીતે સામેવાળાને પરાસ્ત કરી શકાય છે.
કાેંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ વળી એવી શેખી મારી છે કે હવે અમે મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં પણ વિજય મેળવશું તેમાં કોઈ શંકા રહી નથી અને 2019ની લોકસભાની યોજાનારી ચૂંટણી માટે અમે એક સરળ માર્ગ કંડારી લેશું. અમારી પાસે સમાન વિચારસરણી ધરાવતા રાજકીય પક્ષો એટલે કે મિત્રો છે અને 2019 ભારતીય રાજનીતિમાં ટનિ¯ગ પોઈન્ટ બની જશે.
હકીકતમાં કાેંગ્રેસના આ નેતાઆે ખોટા ભ્રમમાં હજુ પણ રાચી રહ્યા છે. હજુ એમણે પોપ્યુલર મેન્ડેટ મેળવવાનો બાકી છે અને એ જયાં સુધી નહી મળે ત્યાં સુધી કાેંગ્રેસનું કમબેક ગણાશે નહી તે વાત પણ એટલી જ સાચી છે.

Comments

comments

VOTING POLL