કાેંગ્રેસ માટે જીત તો દૂર, ભવિષ્ય પણ ખતરામાંઃ સલમાન ખુર્શિદ

October 9, 2019 at 11:09 am


Spread the love

શું રાહુલ ગાંધી કાેંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપીને જવાબદારીઆેથી ભાગી રહ્યા છે ં આ પ્રñે કમ સે કમ કાેંગી નેતા સલમાન ખુરશીદને તો એવું જ લાગી રહ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતાએ પહેલી વખત આ વાત ખુલ્લા મને કહી દીધી છે. ખુશ}દે કહ્યું કે આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા નેતા જ આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેમણે પક્ષની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીના રાજીનામાથી પક્ષ ઉપર સંકટ વધુ ઘેરું બન્યું છે. તેમણે કહ્યું કે કાેંગ્રેસ માટે જીત તો દૂર, ભવિષ્ય ખતરામાં મુકાઈ ગયું છે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી જીતવી કાેંગ્રેસ માટે અત્યંત કપરી છે.
ખુશ}દે કહ્યું કે રાહુલ ગાંધીના આ નિર્ણયને કારણે પક્ષ હારનું મનોમંથન પણ કરી શકી નથી. કાેંગ્રેસ વિશ્લેષણ માટે એકજૂથ ન થઈ શકી કે આપણે લોકસભા ચૂંટણીમાં શા માટે હાર્યા કેમ કે આપણા નેતા જ આપણને છોડીને ચાલ્યા ગયા છે.
આ પહેલો પ્રસંગ છે જ્યારે કાેંગ્રેસના કોઈ નેતાએ રાહુલ ગાંધીના રાજીનામા માટે ‘છોડી જવા’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો છે. ખુશ}દે કહ્યું કે રાહુલના રાજીનામા બાદ એક ખાલીપો પેદા થયો છે. આ સંકટ ત્યારે વધતું દેખાઈ રહ્યું છે જ્યારે સોનિયા ગાંધી તેમના સ્થાને અસ્થાયી રીતે કમાન સંભાળી રહ્યા છે.
પૂર્વ વિદેશમંત્રી ખુશ}દે રાહુલના રાજીનામા વિશે કહ્યું કે હું નથી ઈચ્છતો કે રાહુલ રાજીનામું આપે. મારો મત છે કે તે પદ ઉપર રહે. કાર્યકરો પણ આવું જ માની રહ્યા છે.