કિક-2 ફિલ્મમાં અભિનેત્રીને લઇને સસ્પેન્સ હજુય અકબંધ

August 28, 2018 at 8:36 pm


સલમાન ખાનની સફળ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે પરંતુ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સસ્પેન્સની સ્થિતી છે. ટોપની અભિનેત્રી ફિલ્મ મેળવી લેવાના પ્રયાસમાં છે. જેક્લીનને પણ ફરી લેવામાં આવી શકે છે. અભિનેત્રીની પસંદગી કરવામાં આવ્યા બાદ જ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સલમાન હાલમાં ભારત ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત છે. જેમાં કેટરીના અને દિશા કામ કરી રહી છે. સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે વર્ષ 2014માં રજૂ કરવામાં આવેલી અને બાેક્સ આેફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનાે નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિ»ણાંતે કહ્યાુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. કિક-2 ફિલ્મમાં સલમાન ખાન જ કામ કરનાર છે. સાજિદ જ ફિલ્મનુ નિદેૅશન કરનાર છે. આ ફિલ્મ વર્ષ 2019માં ક્રિસમસ પર રજૂ કરવાનાે પ્રાથમિક નિર્ણય કરવામાં આવ્યો છે. આનાે અર્થ એ થયો કે સલમાન ખાનના ચાહકો ક્રિસમસ 2019માં એક મોટી ફિલ્મ જોઇ શકશે. સલમાન છેલ્લા કેટલાક વષોૅમાં બાેલિવુડમાં સુપર સ્ટાર તરીકે છે. તે સાૈથી સફળ સ્ટાર તરીકે પુરવાર થઇ રહ્યાાે છે. તેના નામ પર ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેની છેલ્લે રેસ-3 ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. વર્ષ 2019માં સલમાનની બે ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. જેમાં ભારત પણ સામેલ છે.

Comments

comments

VOTING POLL