કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હવે અમદાવાદ સુધી જવું નહી પડેઃ સવાણી હોસ્પિટલને મંજૂરી

November 8, 2019 at 4:19 pm


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે હવે અમદાવાદ સુધી લંબાવવું નહીં પડે કારણ કે સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી અને આધુનિક બીટી સવાણી કિડની હોસ્પિટલ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળી ગઇ છે અને તાજેતરમાં એક દર્દીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થયું છે .જેને આજે એક મહિનો થયો છે.

આ અંગેની મળતી વિગત મુજબ રાજકોટ ,જામનગર ,પોરબંદર કે કચ્છ ના દર્દીઓને તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમદાવાદ સુધી લંબાવવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્ર્રમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હતી નહીં આથી તેઓને હવે ઘરઆંગણે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલમાં આ સુવિધા મળશે. ઘણા સમયથી સૌરાષ્ટ્ર્રની સવાણી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજુરી માંગવામાં આવી હતી તેમજ છેલ્લા છ મહિનાથી આ અંગેની ટેકનિકલ પ્રક્રિયા ચાલતી હતી અને સરકારની ટીમ દ્રારા ઇન્સપેકશન પણ ચાલી રહ્યું હતું જેને અંતે મંજૂરી મળતા તાજેતરમાં જ એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને જેને સફળતા મળી છે .આ કેસમાં પુત્રની બંને કિડની ફેલ હોવાથી તેની માતાએ એક કિડની આપી હતી.
શહેરની એક કોર્પેારેટ હોસ્પિટલ માં અગાઉ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે પરંતુ ટ્રસ્ટની હોસ્પિટલમાં અત્યાર સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું અશકય હતું. કિડનીના દર્દીઓ ને તેમની કિડની પ્રત્યારોપણ માટે અમદાવાદની હોસ્પિટલ સુધી જવું પડતું હતું. જો કે સૌરાષ્ટ્ર્રના તબીબો ની મદદથી તેઓ સરળતાથી અમદાવાદ સુધી ટ્રાન્સપ્લાન્ટ કરવા જતા હતા પરંતુ જો રાજકોટમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપરેશન થઈ શકે તો તેઓને સરળતા રહે અને કિડની હોસ્પિટલ અને આ મંજૂરી મળી છે. સવાણી કિડની હોસ્પિટલમાં છ યુરોલોજિસ્ટ અને ચાર નેફ્રોલોજીસ્ટ તબીબોની ટીમ સમગ્ર પ્રક્રિયા હાથ ધરશે .આ ટ્રાન્સપ્લાન્ટ માટે સવાણી કિડની હોસ્પિટલમાં એક પ્રકાર માળખું પણ ઊભું કરવામાં આવ્યું છે અને ૨૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધી સ્ટેટ ઓથોરાઇઝિંગ કમિટી ની મંજૂરી લેવી પડશે ત્યારબાદ તેના નિયમોને અનુસરીને રાજકોટમાં છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું શકય બનશે

Comments

comments