કિશમિશનું કરો સેવન, નબળાઈ થઇ જશે દૂર….

November 30, 2019 at 9:43 am


Spread the love

આજકાલની સ્ટ્રેસભરી જિંદગીમાં લોકોને કોઈને કોઈ શારીરિક સમસ્યા સતાવતી હોય છે. આ તમામ બીમારીથી બચવા ડોક્ટર્સ પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપતા હોય છે. તેમજ અમુક આયુર્વેદિક ઉપચારો અપનાવવાથી પણ આ સમસ્યા દૂર થઇ શકે છે. કિશમિશનું સેવન કરવાથી અશક્તિ ઉપરાંત અન્ય ઘણા રોગ દુર રહે છે. રોજ સવારે નવશેકા પાણી સાથે ઓછામાં ઓછા પાંચ દાણા કિશમિશનું સેવન કરવું. બ્રેકફાસ્ટ પહેલાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. એમાં પણ જે લોકોને એનીમિયા કે હિમોગ્લોબિન ઓછું હોય એટલે કે, લોહીની ઉણપ હોય તેમના માટે આ પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ આયર્ન અને કૉપર લોહીની ઉણપ દૂર કરે છે. તો સાથોસાથ જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા સતાવતી હોય તેમણે કિશમિશવાળા પાણીનું જરૂર સેવન કરવું જોઇએ. તેમાં રહેલ ફાઇબર્સ પેટની સફાઇ કરે છે અને ગેસમાંથી પણ છૂટકારો અપાવે છે. આજના યુગમાં કામના વધારા પડતા બોજને લઈને લોકોને થાક અને નબળાઈનો અનુભવ થતો હોય છે. ત્યારે જો નિયમિત આ પાણી સાથે કીશ્મીશનું સેવન કરવામાં આવે તો થાક અને અશક્તિ દૂર થાય છે. તેમજ કિશમિશને પાણીમાં પલાળીને ખાવાથી આંખની રોશની પણ તેજ બને છે.