કિસાન યોજનામાં ખેડૂતોની એન્ટ્રી માટે કલેકટર કચેરીમાં આખીરાત કામગીરી ચાલુ

February 14, 2019 at 3:39 pm


પ્રાઈમ મિનિસ્ટર કિસાન યોજના અંતર્ગત પ્રત્યેક ખાતેદાર ખેડૂતના ખાતામાં રૂા.6 હજારની સહાય આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. રૂા.બબ્બે હજારના ત્રણ તબકકામાં આ સહાય ચૂકવવાની થાય છે અને લોકસભાની ચૂંટણીનું એલાન થાય તે પહેલાં એટલે કે ચાલુ માસના અંત સુધીમાં ખાતેદાર ખેડૂતની ડેટા એન્ટ્રીની અને તેમના બેન્ક એકાઉન્ટમાં પ્રથમ હપ્તાના રૂા.2 હજાર સીધા જ નાણાં જમા થઈ જાય તે માટેનો સરકારનો આદેશ હોવાથી રેવન્યુ વિભાગમાં દિવસ-રાત જોયા વગર આ અંગેની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ટાઈમ લિમિટમાં આ કામ પુરું કરવાનું છે. મંગળવાર સાંજ સુધીમાં રાજકોટ શહેર-જિલ્લાની માત્ર આઠ હજાર જેટલી એન્ટ્રી થઈ હતી. આ કામમાં ઝડપ લાવવા માટે કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ ગઈકાલે તમામ પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી અને મુખ્ય કલેકટર કચેરીમાં આખી રાત આેપરેટરોને અને અધિકારીઆેને બેસાડી વધુ 14 હજાર એન્ટ્રી કરાવી લીધી છે અને તેના કારણે એન્ટ્રીની સંખ્યા 22 હજારે પહાેંચી ગઈ છે.

રાજકોટ જિલ્લામાં ખાતેદાર ખેડૂતની સંખ્યા 1.48 લાખ છે અને 3&& લાખથી વધુ એન્ટ્રી કરવાની થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી આજથી મામલતદાર કચેરીમાં અને ટીડીઆે આેફિસમાં વધારાના 10-10 કોમ્પ્યુટર ઈન્સ્ટોલ કરાયા છે. અલગ-અલગ બે શીફટમાં કામગીરીનો ધમધમાટ આજથી શરૂ થઈ જશે અને ચાલુ માસના અંત સુધીમાં તમામ એન્ટ્રી પુરી થઈ જાય અને ખેડૂતોને રૂા.2 હજારનો પ્રથમ હપ્તાે ચૂકવાઈ જાય તે માટેના ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે.

ગઈકાલે આખીરાત આ કામગીરી ચાલુ રહી હતી અને સવારે 4-30 વાગ્યા સુધી કલેકટર ડો.રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, અધિક કલેકટર પરિમલ પંડયા, તમામ પ્રાંત અધિકારીઆે, ડેપ્યુટી કલેકટરો અને મામલતદારો આેફિસમાં જ રહ્યા હતા.

સાબરકાંઠામાં 50 હજાર એન્ટ્રીથી ચાેંકી ઉઠેલી સરકારઃ કટ, કોપી, પેસ્ટનો મામલો

પી.એમ. કિસાન યોજનામાં કયા જિલ્લામાં કેટલી કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવા માટે રાજ્યના ચીફ સેક્રેટરીએ વીડિયો કોન્ફરન્સથી મિટિંગનું આયોજન કર્યું હતું. રાજ્યના દરેક જિલ્લામાં સરેરાશ 5થી 7 હજાર એન્ટ્રીઆે થઈ હતી પરંતુ સાબરકાંઠા જિલ્લામાં 50 હજાર એન્ટ્રી થઈ હોવાનું જણાવાતાં ગાંધીનગરના અધિકારીઆે ચાેંકી ઉઠયા હતા અને આવું કેવી રીતે બન્યું ં તેવો સવાલ ઉઠાવતાં ‘કટ, કોપી, પેસ્ટ’નો મામલો બહાર આવ્યો હતો અને સાબરકાંઠામાં નવેસરથી તમામ વિગતો સાથે અને દસ્તાવેજ અપલોડ કરીને એન્ટ્રી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.

એક જ દિવસમાં 14 હજાર એન્ટ્રીનો નવો રેકોર્ડ

ગઈકાલે આખીરાત ડેટાએન્ટ્રીની કામગીરી ચાલુ રહી હતી અને તેના કારણે 22 હજાર ખાતેદાર ખેડૂતોની એન્ટ્રી થઈ ચૂકી છે. બુધવાર સુધી માત્ર આઠ હજાર જેટલી એન્ટ્રી થઈ હતી અને ગઈકાલે આખીરાત કામગીરી કર્યા બાદ ડેટા એન્ટ્રીની સંખ્યા 22 હજારને પાર કરી ગઈ છે. એક જ દિવસમાં 14 હજાર એન્ટ્રી થઈ હોય તેવો આ નવો રેકોર્ડ છે.

Comments

comments

VOTING POLL