કુકમામાં લોડર હડફેટે વૃદ્ધનું મોત

April 19, 2018 at 8:57 pm


જબલપુર માગૅ પર બાઈક સ્લીપ થતાં ચાલકે જીવ ગુમાવ્યો

પશ્ચિમ કચ્છમાં બે જુદા-જુદા અકસ્માતના બનાવો બનવા પામ્યા હતા. જેમાં બે વ્યક્તિઆેના મોત આંબી ગયા હતા.
ભુજ તાલુકાના કુકમા ગામના બસસ્ટેશન પાસે લોડરના બ્રેક ફેલ થતાં કરશન ભીમજી (ઉ..વ6પ) પડી જતાં ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા મોત નિપજ્યું હતું.

બીજી તરફ ગત તા. 4-4ના મુન્દ્રામાં રહેતા સુનીલ મનજીભાઈ ધુઆ, દિનેશ પ્રેમજી પાતારીયા બાઈક નં. જીજે.1ર.સી.એસ.9ર78 પર જતા હતા ત્યારે જબલપુર નજીક પુલ સાથે બાઈક અથડાતા આ બનાવમાં સુનિલને ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા સારવારઅથેૅ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું.

Comments

comments

VOTING POLL