કુખ્યાત કાસમ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ

February 6, 2018 at 2:41 pm


કુખ્યાત શખ્સ કાસમ મામદ નાેતિયાર ચાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે તેના વિરૂદ્ધ વધુ એક ગુનાે નાેંધાયો છે. કાસમ મામદ નાેતિયારે જે તે વખતે ભુજના દિનદયાલનગર વિસ્તારમાં 3 પાેલીસ કર્મચારીઆે ઉપર હુમલો કયોૅ હતાે. તેમજ ત્યારબાદ ભુજ તાલુકાના વટાછડ ગામે એક કર્મચારી પરહુમલો કયોૅ હતાે. તેની શોધખોળ માટે 100 જેટલા પાેલીસ કર્મચારીઆે કામે લાગ્યા હતા. અંતે આ શખ્સને ગઢશીશા વિસ્તારમાંથી પકડી પડાયો હતાે. ત્યારબાદ તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. સમગ્ર ઘટનામાં પાેલીસે ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. આ શખ્સે એક બાઈક ચોરીની પણ કબુલાત આપી હતી. આ શખ્સ જુનાગઢ જેલમાંથી પેરોલ ઉપર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતાે. જેના વિરૂદ્ધ રમેશભાઈ ચાવડાએ ફરીયાદ નાેંધાવી છે. તેઆેના જણાવ્યા પ્રમાણે કાસમ નાેતિયાર પાકા કામનાે કેદી હતાે. ગત તા. રપ-11ના અમદાવાદ કોર્ટના હુકમના આધારે 1પ દિવસની પેરોલ પર મુક્ત થયો હતાે અને 11-1રના પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતાે. તેની સામે વધુ એક ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. કાસમ નાેતિયાર કુખ્યાત શખ્સ છે. અને તે ખુદ પાેતાના બનેવીની પણ હત્યા કરી હતી. આ શખ્સ વિરૂદ્ધ અન્ય ગુનાઆે પણ નાેંધાયેલા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં જ્યારે તે રિમાન્ડ પર છે ત્યારે જાપતાે પણ વધારવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL