કુખ્યાત ખીસ્સા કાતરૂ મધુ વલ્લભ અને તેનો સાગરીત ઝડપાયો

April 15, 2019 at 2:06 pm


શહેરમાં લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ખીસ્સા ખંખેરી લેતી કુખ્યાત ખીસ્સા કાતરૂ ગેંગના બે શખ્સોને એસઓજીએ ઝડપી લીધા હતા.
શહેરના સર ટી.હોસ્પિટલથી વાઘાવાડી જવા માટે રીક્ષા નં.જી.જે.૨૫ ઝેડ ૩૭૧માં બેસેલા સમીરભાઇ આરીફભાઇ ધાનાણી (ઉં.વ.૨૫, રહે : પુંજાપાદર, તા.લીલીયા, જિ : અમરેલી)એ એવી ફરિયાદ નોંધાવી હતી કે, રીક્ષામાંથી વાઘાવાડી રોડ પર ઉતર્યા બાદ રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રહેલા અજાણ્યા શખ્સે ખીસ્સામાં રાખેલ રોકડા રૂીપયા ૧૭,૦૦૦ની તફડંચી કરી હતી.
સમીરભાઇએ નોંધાવેલી ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડા રાઠોડની સીધી સુચનાથી આ ઘટનાની તપાસ એસઓજીને સોંપતા એસઓજીએ પૂર્વ બાતમીના આધારે ખીસ્સા કાતરવામાં કુખ્યાત એવી મધુ વલ્લભ ગેંગનું નામ ખુલ્યા બાદ ગણતરીના સમયમાં જ મધુ વલ્લભ ગેંગનો મુખ્ય સુત્રધાર મધુ વલ્લભ ગેંગનો મુખ્ય સુત્રધાર મધુ વલ્લભભાઇ સગર (ઉં.વ.૫૫, રહે : સગરનો ડેલો, દેવજી ભગતની ધર્મશાળા પાસે, વડવા) અને તેનો સાગરીત પ્રવિણ ભીખાભાઇ પરમાર (ઉં.વ.૨૯, રહે : મોક્ષ મંદિર પાછળ, મફતનગર, કુંભારવાડા)ને ઝડપી લઇ સમીરભાઇના ખીસ્સામાંથી કાઢી લીધેલા રૂપિયા ૧૭,૦૦૦ અને રીક્ષા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ની કબ્જે કરી બન્ને વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Comments

comments