કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિતના શખ્સોને આજે કોર્ટ હવાલે કરાશે

August 29, 2018 at 2:19 pm


ગત મોડી રાત્રીના અમદાવાદ પોલીસના હાથ ઝડપાયેલા ત્રણેય શખ્સોનો એલસીબીએ કબ્જે મેળવ્યો ઃ 7 દિવસના રીમાન્ડની માંગ કરાશે

તળાજામાં જમીન ખાલી કરી કબ્જે સાેંપી દેવાના મામલે ફાયરીગ કરી નાસી છુટયાની ઘટનામાં ઝડપાયેલી કુખ્યાત શૈલેષ ધાંધલ્યા ત્રિપુટીને રીમાન્ડની માંગ સાથે તળાજા કોર્ટમાં રજુ કરવામાં આવશે.
તળાજા શહેરના ગોપનાજ રોડ પર આવેલી લક્ષ્મીનગરની એક જમીનનો કબ્જો સાેંપવા અને જમીન ખાલી કરી દેવાના મામલે સાેંપવા અને જમીન ખાલી કરી દેવાના મામલે ગઇ તા.16-8ના રોજ સાંજના સમયે યોગેશભાઇ રાઠોડ નામના યુવાન સામે રિવોલ્વર તાકી, મારમારી ધમકી આપી હવામાં ફાયરીગ કરી કુખ્યાત શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ અને ભદ્રેશ ઉર્ફે સુરો ગૌસ્વામી નાસી છુટયા હતા.આ ઘટના અંગે યોગેશભાઇ રામજીભાઇ રાઠોડ તળાજા પોલીસ મથકમાં શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ અને ભદ્રેશ ગૌસ્વામી સહિત 7 જેટલા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા આ ઘટનાની તપાસ ભાવનગર લોકલક્રાઇમ બ્રાન્ચને સુપુત કરવામાં આવી હતી.
દરમ્યાનમાં ગત મોડી રાત્રીના આસી. પોલીસ કમિ., અમદાવાદની ટીમના હાથે શૈલેષ મનુભાઇ ધાંધલ્યા (રે.સથરા, તા.તળાજા), મુકેશ મગનભાઈ શિયાળ (રે.ખારામાં, મહુવા રોડ, તળાજા) અને ભદ્રેશ ઉર્ફે સુરો રમેશભાઇ ગૌસ્વામી (રે. સથરા, તા.તળાજા) ને ઝડપી લઇ જેની જાણ ભાવનગર પોલીસને કરાતા ભાવનગર એલસીબીની ટીમે અમદાવાદ દોડી જઇ ત્રણેય શખ્સોનો કબ્જો મેળવ્યો હતો.
એલસીબીએ ત્રણેયનો કબ્જો મેળવ્યા બાદ આજે તળાજા કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ માંગવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એલસીબી પીઆઇ દિપક મિશ્રાએ જણાવ્યુ હતુ કે શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ અને ભદ્રેશ ઉર્ફે સુરો ગૌસ્વામીના 7 દિવસના રીમાન્ડ મંગાશે.
શૈલેષ ધાંધલ્યા જેવા લુખ્ખા અને આવારા તત્વોનો લોકોમાં ખોફ દુર થાય તેવી પોલીસ કાર્યવાહી ઇચ્છનીય
તળાજા શહેર અને પંથકના આમ લોકો પર ધાકજમાવી અસામાજીક પ્રવૃતિ કરનાર કુખ્યાત શૈલેષ ધાંધલ્યા અને તેના બે સાથી દારો પોલીસ પકડમાં આવ્યા છે ત્યારે પોલીસે આ ત્રણેય અસામાજીક તત્વોને જાહેરમાં ફેરવી લોકોમાંથી આ તત્વોની ધાક દુર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવું તળાજા અને પંથકવાસીઆે ઇચ્છી રહ્યા છે. શૈલેષ ધાંધલ્યા જેવા લુખ્ખા અને આવારા શખ્સોની લોકો પરથી ખોફ દુર થાય તેના માટે પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવે તે ઇચ્છીનીય છે.

Comments

comments

VOTING POLL