કુતિયાણામાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા

January 21, 2019 at 2:41 pm


કુતિયાણામાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા હતા.

કુતિયાણાના બહારપુરામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ગીરીશ ઉર્ફે મશીનકીશોર રામચંદાણી, ચિરાગ જયપાલ બાલાણી, મુકેશ ઉર્ફે મુકી કનૈયાલાલ જ્ઞાનચંદાણી, ગાંધી રોડ ઉપર રહેતા કીશન પાલભાઇ ઉતવાણી ને 10,ર00ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બહારપુરામાં રહેતો જીતુ મોતીમલ જ્ઞાનચંદાણી નાશી છુટયો હતો.

વાહનચાલકો સામે કાર્યવાહી

ધરમપુર વાડીવિસ્તારમાં રહેતો લીલા ભાયા આેડેદરા પીધેલી હાલતમાં બાઇક લઇ રાણાવાવમાંથી નિકળ્યો ત્યારે પોલીસે પકડી પાડયો હતો. રાણાવાવ મહેરસમાજ પાસે રહેતા ભીમા પુંજા આેડેદરાએ સુદામાચોક પાસે ટ્રાફીકને અડચણરૂપ પ્યાગો રીક્ષા પાર્ક કરતા તેની ધરપકડ થઇ હતી. આેખાની ગાંધીનગરીમાં રહેતા ઇસ્માઇલ ખમીસા ચાવડા પીધેલી હાલતમાં ટ્રાવેલ્સ બસ લઇ મુળમાધવપુરની જીઇબી આેફીસ પાસેથી નિકળ્યો ત્યારે તેને પકડી લેવાયો હતો. માણાવદરના રાવલપરામાં રહેતા ફારૂક જુમા સેતાએ પોતાના ટ્રકમાં અેંગલથી 4 ફºટ ઉંચા તથા પાંચ ફºટ બહાર મગફળીનું મગોટુ ભરીને વગર ડ્રાઇવીગ લાયસન્સે નિકળતા મીયાણી ચેકપોસ્ટ ઉપરથી તેને પકડી લેવાયો હતો.

દારૂના ધંધાથ} સામે કાર્યવાહી

વિરડીપ્લોટ ગાત્રાળ મંદિર પાસે રહેતો લખમણ માલદે પરમાર હાજર મળી આવ્યો ન હતો પરંતુ દારૂ મળી આવ્યો હતો. આશાપુરા ઘાંસ ગોડાઉન પાછળ રહેતા અશોક પરબત આેડેદરાને દારૂની 1પ કોથળી સહિત 300ના મુØમાલ સાથે માર્કેટીµગ યાર્ડ પાછળ ખાડીવાળા રસ્તેથી પકડી લેવામાં આવ્éાે હતો. ખાપટના દેવીબેન મેરામણ કડછા હાજર મળી આવ્યા ન હતા પરંતુ તેમના ઘરમાંથી 1ર0 રૂપિયાનો છ કોથળી દારૂ મળી આવ્éાે હતો. બોખીરા-તુંબડા હનુમાનમંદિર સામેની ગલીમાં રહેતા શાંતિબેન જયેશ થાનકીને દારૂની 7 કોથળી સાથે પકડી લેવાયા છે.માધવપુરની ઉંચાણ શેરીમાં રહેતા જગદીશ ગોવિંદ કામરીયાને દારૂની 14 કોથળી સાથે પકડી લેવાયો છે.

Comments

comments

VOTING POLL