કુતિયાણા નજીક સ્કોપિર્યોમાં લાકડી સાથે ખારચીયાના યુવાનની ધરપકડ

November 8, 2019 at 12:59 pm


Spread the love

કુતિયાણા નજીક સ્કોપિર્યોમાં લાકડી સાથે ખારચીયાના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે રહેતો ભરતનાથ ઉર્ફે રૂપેશ કેશુનાથ મુરીયાણા સ્કોપિર્યોમાં પતરાની પટ્ટીથી મઢેલી ચાર કાતરીવાળી 35 Iચ લંબાઈ ધરાવતી 10 રૂપીયાની લાકડી લઈ ચૌટા ચેકપોસ્ટ પરથી નીકળ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.
રીક્ષાચાલક ઝબ્બે છાંયા રોડ ઉપર મસ્જીદ પાસે રહેતા વિજય રમેશ મદલાણીએ પિયાગો રીક્ષા કમલાબાગ સર્કલ પાસે જોખમી રીતે પાર્ક કરતા ધરપકડ થઈ છે.

દારૂના ધંધાર્થીઆે સામે પગલા
મુળ ગિરગઢડા તથા હાલ પોરબંદર માચ્છીમારી માટે આવેલ સંજય ભાણા શિયાળ, બિરલા ફેક્ટરી પાસે સોલ્ટના દંગામાં રહેતી વાલીબેન બાલુ વાઘેલા, જ્યુબેલી હાથી કેમીકલ્સ પાસે રહેતી પાયલ દિપક ઝાલાને દારૂ સાથે પકડી લેવાયા છે, જ્યારે બરડાડુંગરના ફાટેલ નેશમાં રહેતો મેરૂ રામા કટારા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે 400 લીટર આથાે અને ભઠ્ઠીના સાધનો સહિત 3025 નો મુદ્દામાલ ચેક ડેમના કાંઠેથી કબ્જે કર્યો હતો.