કુતિયાણા-માંડવા-બિલેશ્વર-રાતિયા-લુશાળામાં જુગાર દરોડા

September 1, 2018 at 1:49 pm


પોરબંદર જીલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે પોલીસે પાંચ ગામોમાં દરોડા પાડી ર6 શખ્સોને અડધા લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
બિલેશ્વર ગામે દરોડો
બિલેશ્વર ગામે રામ લીલાભાઇ લુદરીયાના ઘર સામે જાહેરમાં જુગાર રમતા રામ ઉપરાંત મુકેશ ચના લુદરીયા, અનિલ ઉર્ફે જગુ રાજશી પાડલીયા, ભાયા ઉર્ફે ભèયો ધીરૂ લુદરીયા, માલદે જેસા લુદરીયા અને મનસુખ મોહન કુંવરીયા નામના કોળી ફળીયામાં રહેતા અડધો ડઝન શખ્સોને પકડીને પોલીસે 14390નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માંડવામાં દરોડો
માંડવા ગામે જાહેરમાં જુગાર રમતા સાજણ કચરા સાેંદરવા, કાન્તી મંગા સાેંદરવા, દેવાયત દુદા વરૂને 3060ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા જયારે રોહીત ઉર્ફે કુકુ હીરા સાેંદરવા અને કાંતિ બધા સાેંદરવા નાશી છુટયા હતા.
કુતિયાણામાં દરોડો
કુતિયાણાના રબારી કેડામાં જાહેરમાં જુગાર રમતા ખોડા ઉર્ફે બધા સરમણ મોરી, પાંચા જીવા રૈગા, વેજા બોઘા કરમટા, લાખા હમીર રાડાને પકડી પાડવામાં આવ્éા હતા. જયારે દરોડા દરમિયાન બટુક કાના ભારાઇ, દેવા મેરા રાડા, સરમણ લખમણ કોડીયાતર, જગા કારા વાંદા, ભગત કારા રૈગા અને લાખા દેવા કરમટા નાશી છુટયા હતા. પોલીસે પટમાંથી પપ90નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાતિયામાં દરોડો
રાતિયા ગામે રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સમદર નારણ રાઠોડ, જયસુખ ઉર્ફે જયેશ હરદાસ રાઠોડ, હીતેશ ભોજા રાઠોડ, કેશુ રણમલ આેડેદરા, લાલજી ઉર્ફે લાલો કચરા રાઠોડ અને એભા કેશવ રાતીયાને પકડી 9430ની રોકડ તથા 4500 ના ત્રણ મોબાઇલ સહિત 13930નો મુદ્દામાલ કબ્જે કરીને પકડાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી હતી.
લુશાળામાં દરોડો
લુશાળા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ પોપટ પરમાર, જીવા ગોવિંદ બારડ, જીવા મોહન આંત્રોલીયા, અરજન ભીમા ચાવડા, લીલા કેશવ બળેજાને 117ર0ની રોકડ સાથે પકડી પાડયા હતા. જયારે દરોડા દરમિયાન હાજા કાના આેડેદરા નામનો શખ્સ નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL