કુદરતનો એવો કહેર કે જયાં ભારે વરસાદથી તણાયો આખો બ્રિજ, વાયરલ થયો આ વીડિયો…

April 6, 2019 at 1:45 pm


કુદરતની કહેર આગળ કોઈનું નથી ચાલતુ. ભૂકંપ હોય કે, પછી પૂર, જ્યારે પણ આવે છે ત્યારે માનવે બનાવેલી મજબૂત વસ્તુઓ પણ નથી બચી શકતી. આ પ્રાકૃતિક આપદા પોતાની સાથે બધુ જ વહાવી લઈ જાય છે.

 

હાલમાં જ કુદરતનો એક ભયાનક કહેર જોવા મળ્યો છે. જ્યારે એક મજબૂત લાંબો-પહોળો બ્રિજ પાણીની લહેરોમાં પત્તાની જેમ તણાઈ ગયો. તમે પણ જુઓ રૂવાંટા ઉભો કરી દેવો નજારો…

 

આ નજારો ન્યૂઝીલેન્ડના વાઈઓ બ્રિઝનો છે. ભારે વરસાદમાં આ બ્રિજ પત્તાની જેમ તણાઈ જાય છે. વેસ્ટલેન્ડ શહેરમાં ભારે વરસાદના કારણે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, લોકો પોતાના ઘરની બહાર ન નીકળે. રોડ અને વાહન વ્યવહારના તમામ સાધન બંધ કરી દેવામાં આવ્યા છે.

 

વેસ્ટલેન્ડના મેયર Bruce Smithનું કહેવું છે કે, આ શહેરમાં 100 વર્ષ બાદ આવો વરસાદ થયો છે. જેની અસર પૂરા શહેરમાં જોવા મળી રહી છે. મે ક્યારે પણ અહીંની નદીઓમાં આવુ ભયંકર પૂર નથી જોયું. આ આપતકાલિન સ્થિતિને જોતા આસ-પાસના લોકોએ વિસ્તારને જાતે જ ખાલી કરી દીધો છે. લોકોંમાં પણ ભયનો માહોલ ફેલાવાથી ડરને કારણે સામેથી જ તેમને વિસ્તાર ખાલી કરી દીધો હતો.

 

Comments

comments

VOTING POLL