કુપોષિત બાળકોની સંખ્યામાં ગુજરાત રાજય પાંચમા નંબરે

December 2, 2019 at 4:20 pm


Spread the love

દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ નવજાતથી લઈને 5 વર્ષના બાળકોના આેછા વજન મામલે ગુજરાત પાંચમાં નંબરે છે. જ્યારે 15થી 49 વર્ષની મહિલાઆેના આેછા વજન મામલે ગુજરાત ચોથા નંબરે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીયા 31% બાળકો આેછું વજન ધરાવે છે. રાજ્યના અલગ-અલગ શિશુ કુપોષણ સારવાર કેન્દ્રના રિપોર્ટમાં સામે આવ્યું છે કે કુપોષણના કારણે વધુમાં વધુ બાળકોને સારવાર માટે સારવાર કેન્દ્રમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. નાના બાળકો અને તેમની માતાઆેમાં કુપોષણ માટે અનેક કારણ જવાબદાર છે. જેમાં મુખ્ય કારણોમાં આેછું ભણતર, ફેમિલી પ્લાનિંગ અંગેની સમજણનો અભાવ અને નાની ઉંમરે લગ્ન છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આેછું વજનના કેસ વધુ નાેંધાયા છે. કૂપોષણનું કારણ પૂરતો હેલ્ધી ખોરાક આપવાની જગ્યાએ બાળક અને માતાઆે જંક ફૂડના પેકેટ ખરીદીને ખાતા હોય છે.