કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન

July 19, 2019 at 10:38 am


પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકારે હા પાડી દીધી છે. પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે.
અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય કોર્ટએ બુધવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આઈસીજેએ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી. કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાધવ પર પોતાના ચુકાદા પર ફેરવિચાર કરે. કોર્ટે કહ્યું કે કુલભૂષણ જાધવ કેસમાં પ્રqક્રયા પર ફરીથી વિચાર કરો. આઈસીજેના કહેવા મુજબ પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. પાકિસ્તાને માનવાધિકારનો ભંગ કર્યો. આઈસીજેએ એમ પણ કહ્યું કે જાધવને કોન્સ્યુલર એક્સેસ મળવું જોઈએ.

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસીના આરોપમાં જાધવને ફાંસીને સજા સંભળાવેલી છે. જેને ભારતે સાવ પાયાવિહોણી ગણાવી છે. ભારતીય નેવીના પૂર્વ અધિકારી જાધવનું પાકિસ્તાની એજન્સીઆેએ 3 માર્ચ 2016ના રોજ ઈરાનથી અપહરણ કર્યું હતું જ્યાં તેઆે વેપાર માટે ગયા હતાં.

Comments

comments