કુવાડવા રોડ પરથી ૮ લાખની રોકડ ઝડપાઇ: સ્ટેટિક ટીમ સાથે માથાકૂટ: ત્રણની ધરપકડ

April 12, 2019 at 3:58 pm


રાજકોટમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને રોકડની હેરાફેરી ન થાય તે માટે સ્ટેસ્ટિક ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ અને સ્ટેસ્ટિક ટીમે અલગ–અલગ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરી ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે ગઈકાલે કુવાડવા રોડ પર સ્કોર્પિયોમાં આઠ લાખની રોકડ સાથે ત્રણ ભરવાડ શખસોને અટકાવ્યા હતા અને આ બાબતે ભરવાડ શખસોએ સ્ટેટસ્ટિક ટીમ સાથે માથાકૂટ કરી રોકડ ભરેલો થેલો લઈ ભાગી ગયા હતા જે અંગે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયા બાદ ત્રણેયની બી–ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવ અંગે ક્રિષ્ના પાર્ક બ્લોક નં.૨૩૫, પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા અને સ્ટેટસ્ટિક ટીમમાં ફરજ બજાવતા રત્નાભાઈ રવજીભાઈ વરસાણીની ફરિયાદના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલ પપં ધરાવતાં ગુંદાળા ગામે રહેતા જગદીશ રતાભાઈ ગમારા, નારણ વેલાભાઈ ગમારા અને કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતા વિરમ ગેલાભાઈ ગમારા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
રત્નાભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર ચેકપોસ્ટ ખાતે ફરજ ઉપર હતા ત્યારે જી.જે.૩–જે.એસ.૫૬૩૪ નંબરની સ્કોર્પિયોને અટકાવી હતી જેમાંથી રૂા.૮ લાખની રોકડ મળી આવી હતી જે બાબતે વિરમભાઈ, જગદીશભાઈ અને નારણભાઈની પૂછપરછ કરી આ રોકડના હિસાબ અને બિલ રજૂ કરવા સ્ટેટસ્ટિક ટીમે કાર્યવાહી શરૂ કરી હતી તેમજ આ રોકડની ગણતરી કરવાનું જણાવતાં વાંકાનેર નજીકના પેટ્રોલ પપં ધરાવતાં ત્રણેય ભરવાડ શખસોએ સ્ટેટસ્ટિક ટીમ સાથે ઝઘડો કરી રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગુનો નોંધાયા બાદ બી–ડિવિઝન પોલીસે કાર નંબરના આધારે ત્રણેયની ઓળખ મેળવી ધરપકડ કરી છે

રૂા.૧૦.૨૫ લાખ પોલીસે ઝડપ્યા: સમગ્ર પ્રકરણ ઇન્કમટેકસના હવાલે મુકાયું
લોધીકા તાલુકાના ખીરસરા ગામ નજીક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીંથી પસાર થતાં પરેશ કરશનભાઈ રોલડિયા નામના શખસ પાસેથી રૂા.૧૦,૨૫,૫૦૦ની રોકડ રકમ મળી આવતાં તે જ કરવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણ ઈન્કમટેકસના હવાલે કરવામાં આવી છે.
લોધીકા તાલુકાના ખીરસરા ગામની ચેકપોસ્ટ પાસેથી પરેશ કરશન રોલડિયા પસાર થતાં હતા ત્યારે પોલીસ અધિકારી સજનસિંહ રાણાએ તેને અટકાવી તલાશી લેતાં રૂા.૧૦,૨૫,૫૦૦ની રોકડ મળી આવી હતી. આ રોકડ કયાથી આવી અને શું ઉપયોગમાં લેવાની હતી તે સંદર્ભે કોઈ યોગ્ય ખુલાસો પરેશ રોલડિયા ન કરી શકતાં આ રકમ જ કરીને ઈન્કમટેકસના અધિકારી પ્રદીપસિંહ સતાવતને હવાલે કરવામાં આવી છે. આ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તે પુરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે

Comments

comments