કૃતિ- આદિત્ય રોય કપુરની જોડી નવી ફિલ્મમાં ચમકશે

March 8, 2018 at 7:13 pm


વર્ષ 2018માં બાેલિવુડની કેટલીક નવી જોડી જોવા મળી શકે છે. આના ભાગરૂપે જ હવે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુરની જોડી જોવા મળી શકે છે. આ ફિલ્મ નિદેૅશક મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ રહેશે. રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુર આ ફિલ્મમાં લેવા માટે વાતચીત ચાલી રહી છે. જો કે ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. બન્નેની પસંદગી નિશ્ચિત દેખાઇ રહી છે. માત્ર આૈપચારિકતા જાહેર કરવાની જરૂર છે. આદિત્ય રોય કપુરે બાેલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેની આંશિકી-2 ફિલ્મ બાેક્સ આેફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર જોવા મળી હતી. રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે આ ફિલ્મનુ શુટિંગ ગયા વષેૅ શરૂ કરવામાં આવનાર હતુ. જો કે હવે ટુંક સમયમાં જ શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. પહેલા ફિલ્મનુ શુટિંગ કેટલાક કારણોસર હોલ્ડ પર રાખવામાં આવ્યુ હતુ. મોહિત સુરીની સાથે આદિત્ય રોય કપુર આ પ્રાેજેક્ટને લઇને વાતચીત કરી રહ્યાા છે. આ ફિલ્મ આદિત્યની અન્ય તમામ ફિલ્મો કરતા અલગ પ્રકારની ફિલ્મ છે. આ ઉપરાંત કૃતિ પાેતે પણ સતત મોહિત સુરીની સાથે પ્રાેજેક્ટ પર શક્યતાને લઇને વાતચીત કરી રહી છે. જો કે તેમની ફિલ્મમાં કામ કરવાની મંજુરી અને ફિલ્મ માટે ડેટ આપવાની બાબતને લઇને કામ બાકી છે.
હાલમાં કૃતિ ચંદીગઢમાં દિલજીત દોસાંજની ફિલ્મ અજુૅન પટિયાળાના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તે નવી ફિલ્મમાં કામ કરનાર છે. કૃતિએ બાેલિવુડ કેરિયરની શરૂઆત ટાઇગર સાથે હિરોપંતિ મારફતે કરી હતી. જો કે ત્યારબાદ તેની પાસે કેટલીક ફિલ્મો આવી હોવા છતાં તેને સંપૂર્ણ સફળતા મળી શકી નથી. બરેલી કી બરફી ફિલ્મમાં તેની એિંક્ટગ કુશળતાની નાેંધ લેવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL